બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:21 PM, 19 January 2025
પ્રયાગરાજ અત્યારે સૌથી વધારે જાણીતું શહેર બની ગયું છે કારણકે ત્યાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળવડામાં દેશ વિદેશથી લાખો લોકો આવી રહ્યા છે. ખાસ કરીને વિદેશના લોકોને હિન્દુ સંસ્કૃતિ તરફનું માન તેમને આ તરફ ખેંચી લાવે છે.
ADVERTISEMENT
તાજેતરમાં જ ઇટલીથી આવેલા એક પ્રતિનિધિ મંડળે ઉત્તરપ્રદેશમાં પ્રાયરાજમાં કુંભમેળાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ આ વિદેશથી આવેલી મહિલાઓએ ખાસ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકત કરી હતી. આ મુલાકાતમાં તેમણે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સામે રામાયણ અને શિવતાંડવ પ્રસ્તુત કર્યું હતું. અને તેમનો મીઠો સૂર સમભળીને ત્યાં બેઠેલા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
ADVERTISEMENT
તમે પણ સાંભળી લો તેમના મીઠા અવાજમાં ગવાયેલા આ ભજનો
મહાકુંભ 2025
હિન્દુ ધર્મનો સૌથી મોટો ધાર્મિક પ્રસંગ છે, જેમાં દેશ-વિદેશથી લાખો લોકો ભાગ લે છે. આ મેળાનું આયોજન દર 12 વર્ષે ચાર સ્થળોએ થાય છે - પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક. આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે.
મહાકુંભના નિયમો
વધુ વાંચો: અમદાવાદથી ડાયરેક્ટ પ્રયાગરાજ જતી ફ્લાઈટના ભાવમાં ઝીંકાયો તોતિંગ વધારો, ભાડું સાંભળીને ચોંકી જશો
મહાકુંભ મેળાનું ઐતિહાસિક મહત્ત્વ
માન્યતા અનુસાર મહાકુંભ મેળાને સમુદ્ર મંથન સાથે સંબંધિત માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, એકવાર ઋષિ દુર્વાસાના શ્રાપને કારણે ઇન્દ્ર અને અન્ય દેવતાઓ નબળા પડી ગયા હતા. આનો લાભ લઈને દાનવોએ દેવતાઓ પર હુમલો કરી દીધો હતો અને આ યુદ્ધમાં દેવતાઓનો પરાજય થયો હતો. પછી બધા દેવતાઓ મળીને ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે ગયા અને તેમને આખી વાત કહી. ભગવાન વિષ્ણુએ દાનવો સાથે મળીને તેમને સમુદ્ર મંથન કરીને ત્યાંથી અમૃત મેળવવાની સલાહ આપી.જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃતનો કળશ નીકળ્યો, ત્યારે ભગવાન ઇન્દ્રના પુત્ર જયંત તેને લઈને આકાશમાં ઉડી ગયા. આ બધું જોઈને દાનવો પણ અમૃતનો કળશ લેવા જયંતની પાછળ ભાગ્યા અને ઘણા પ્રયત્નો પછી દાનવોના હાથમાં અમૃતનો કળશ આવ્યો. આ પછી, અમૃત કળશ પર પોતાનો અધિકાર જમાવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશથી કેટલાક ટીપાં હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગરાજ અને નાસિકમાં પડ્યા હતા, તેથી આ ચાર સ્થળોએ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.