બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / italian cuisine palak desai homemade pizza famous in Ahmedabad

પ્રેરણા / ઈટાલીમાં શીખેલા પિઝા લૉકડાઉનમાં ઘરે બનાવ્યા, પછી તો આ યુવતીના પિઝા અમદાવાદીઓને દાઢે વળગ્યાં

Gayatri

Last Updated: 01:16 PM, 15 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'જહાં ચાહ હૈ વહા રાહ હૈ' વાત ખુબ જ સામાન્ય છે પણ આ વાત તો અસામાન્ય સંજોગોની છે. સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે બાથ ભીડી રહ્યુ છે અને લોકો લોકડાઉનના કારણે ઘણી નકારાત્મક ઉર્જાઓ સાથે લડી રહ્યા છે. પણ અંધારી રાતમાં પણ પ્રકાશની એક કિરણ નકારાત્મકના અંધારાને ભગાડવા માટે પૂરતી હોય છે. અહીં પણ એવી જ એક યુવતીની વાત કરવી છે. જેનું નામ છે પલક દેસાઈ અને તેની કહાની છે થોડી હટકે...

  • ઈટાલીમાં શીખી હતી યુવતીએ પિઝાની રેસિપી
  • ઘર માટે બનાવ્યાં હતાં પિઝા તે હવે પ્રોફેશન બની ગયું
  • એક શખ્સની નિરાશાના કારણે મને પ્રેરણા મળી

પલક દેસાઈ નામની યુવતીએ ઈટાલીયન પીઝા કંઈક એવી રીતે બનાવ્યા કે ગુજરાતીઓને પણ આ હોમ મેડ પીઝાનું ઘેલું લાગ્યુ. લોકડાઉન અને કોરોના કાળમાં પડી રહેલી તકલીફોને આ યુવતી અને તેની માતાએ સકારાત્મરૂપે લઈને સહિયારો એક પ્રયાસ કર્યો અને આજે અમદાવાદમાં પીઝા રસિયાઓને એક નવું સરનામું મળ્યુ જે તેમને વિદેશી પીઝાનો દેશી ટેસ્ટ કરાવી ટેસડો કરાવી જાય છે. 

ઈટાલીમાં શીખી આ રેસિપી

પલક દેસાઈ ઈટાલીમાં ઈટાલીયન કુઝીન વિશે અભ્યાસ કર્યો અને લોકડાઉન પહેલા ઈન્ડિયા આવીને ફસાઈ પડી. પણ પ્રતિકૂળતાઓને પણ આ ગુજરાતી યુવતીઓએ પ્રસંગમાં પલટી નાંખી છે. પલક કહે છે, લોકડાઉનમાં પણ લોકોને ભૂખ તો લાગે જ. અવનવું જમવાની ઈચ્છા પણ થાય ત્યારે મને વિચાર આવ્યો કે કેમ, ઘરે જ ઘરના લોકો માટે પીઝા ન બનાવીએ? અને પછી તો પરિવાર, પાડોશી અને માઉથ ટુ માઉથ પબ્લીસીટીએ એવો ઘાટ થયો કે મારે જો કોઈ પીઝાનો ઓર્ડર આપે તો ના પાડવી પડે છે. 

 

એક નિરાશાએ મને આપી પ્રેરણા

મને એક પ્રસંગ યાદ છે જ્યારે એક ભાઈએ મને પીઝાનો ઓર્ડર આપ્યો અને મારે ના પાડવી પડી. તમે નહીં માનો એ એટલા ડિસઅપોઈન્ટ થયા કે મને એમ થયું કે, ફરીથી પીઝા બનાવી દઉ પણ હોમ મેડ, યુનિક ટેસ્ટ અને હું ને મમ્મી પીઝા બનાવતા હોવાને કારણે અમે વધારે ઓર્ડર લઈ શકીએ તેમ હતા નહીં. 

લિમિટેડ એડિશનની જેમ લિમિટેડ ઓર્ડર જ

દરરોજ સામાન્ય રીતે અમે 15થી 20 પીઝાના ઓર્ડર લઈને એ બનાવી છીએ જ્યારે વીકએન્ડમાં 30થી 35 પીઝા બને છે. અમે લીમિટેડ કુકિંગનો કન્સેપ્ટ રાખ્યો છે. મારો શોખ મારી મમ્મીની આવડત અને મારી તાલીમ આ ત્રણેયના સંગમને કારણે લોકો અમારા પીઝા ખુબ પસંદ કરે છે. એક ફેમિલી પીઝા લઈને ગયું અને મને કહે કે, એક પીઝા તો અમે કારમાં જ ખાઈ ગયા. 

સ્પેશ્યલ શું છે?

અમારા પીઝામાં જો કંઈ સ્પેશ્યલ હોય તો તે છે તેનો સોસ અને પીઝાની બ્રેડ. મેં પીઝામાં ક્રસ્ટ ઉમેરી દીધો છે જેથી ફૂડ વેસ્ટ ન થાય. જનરલી લોકો પીઝાનો બેઝ પૂરો ખાઈ શકતા નથી પણ મારો પ્રયાસ છે કે, પીઝાનો એક પણ ટૂકડો નકામો ન જાય. અને મેં ઈટાલિયન પીઝા સોસમાં થોડુક સ્પાઈસ ઉમેરીને તેને એક અલગ જ લેવલ આપ્યુ છે જે ઈટાલિયન ફૂડમાં ઈન્ડિયન ટચ લઈ આવે છે. 

કેવી રીતે વધારે ઓર્ડર મળતા થયા?

સાચુ કહું મેં કોઈ ખાસ પ્રયાસ નથી કર્યા. પણ કહેવાને કે બાત ચલી હે તો દૂર તક જાયેગી તેની જેમ જ માઉથ ટુ માઉથ પબ્લિસિટમાં જ મને ફૂડ લવર્સનો પ્રેમ સાંપડ્યો છે. મેં ઈટાલીમાં ઈટાલીયન કુઝીનનો અભ્યાસ અને ઈન્ટર્નશીપ કરી છે પણ જ્યારે મારી બનાવેલી વાનગી કોઈ આરોગે અને તેના ચહેરા પર જે પ્રસન્નતા જોઉં છું તે જોઈને મને ઓર નવી રેસિપી બનાવવાનું જોશ મળે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Food Pizza corona inspirational story italian pizzy pizza ઈટાલી પલક દેસાઈ પીઝા Motivation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ