બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 09:05 PM, 14 January 2023
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમને પોતાના વતનની ધરતી પર આ વર્ષે વર્લ્ડ કપ રમવાનો છે. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓના સ્થાનને લઈને ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે, કોને તક મળશે, કોને નહીં. પરંતુ સૌથી મોટી ચિંતા એ પણ છે કે, શું સ્ટાર વિકેટકીપર અને સારો બેટ્સમેન ઋષભ પંત મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ થશે? રોડ અકસ્માતમાં ગંભીર ઘાયલ થયેલા ઋષભ પંતની ફિટનેસને લઈને દરેક ચાહકને ચિંતા છે અને ચાહકોની ચિંતા પણ વધુ વધી શકે છે કારણ કે વર્લ્ડ કપની વાત તો દૂર છે, રિષભ પંત માટે ક્રિકેટના મેદાનમાં કમબેક કરવા માટે આ વર્ષે તો મુશ્કેલ લાગે છે.
ADVERTISEMENT
પંતને મેદાન પર પાછા ફરવામાં સમય લાગશે
30 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીથી રૂડકી જતી વખતે રિષભ પંતની કારનો ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પંતને ખૂબ જ ઈજા થઈ હતી. જો કે કોઈ પણ ઈજા એવી ન હતી કે તેના જીવને જોખમ હોય પરંતુ ઘૂંટણ અને પગના ભાગમાં ઘણી ઈજાઓ હતી, જેના કારણે પંતને મેદાન પર પાછા ફરવામાં સમય લાગશે તેવું જણાઈ રહ્યું છે. મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં પંતના ઘૂંટણની લીગામેંટ ટીયર સર્જરી કરવામાં આવી હતી, જેનાથી કેટલીક મહત્વની આશા જગા છે.
વધુ એક સર્જરી થશે
તમને જણાવી દઈએ કે, લેટેસ્ટ માહિતી એ છે કે પંતનું ફરી એકવાર ઓપરેશન થશે. ESPN Cricinfo ના અહેવાલ મુજબ ભારતીય વિકેટકીપર પંથના પગમાં ત્રણ લીગામેન્ટ ટીયર છે, જેમાંથી બે સર્જરી કરવામાં આવી છે પરંતુ હજુ એક સર્જરી કરવાની બાકી છે. આ સર્જરી કરવા માટે ઓછામાં ઓછા 6 અઠવાડિયા રાહ જોવી પડશે
રિપોર્ટ અનુસાર, BCCIને પંતની સ્થિતિ અંગે જે તાજેતરની માહિતી આપી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે પંત ઓછામાં ઓછા 6 મહિના સુધી મેદાનની બહાર રહેશે.
6 મહિના સુધી મેદાનની બહાર રહેશે
રિપોર્ટ અનુસાર, પંતના ત્રણેય મુખ્ય લિંગામેન્ટ ગંભીર રીતે ઘાયલ થયેલા છે, જેમાંથી બેની સર્જરી કરવામાં આવી છે, પરંતુ ત્રીજી કરવાની બાકી છે. આ ત્રણેય લિંગામેંટ પગની હિલચાલ માટે અને તેમને સ્થિરતા આપવા માટે સૌથી મુખ્ય હોય છે. લિંગામેંટની સર્જરી પછી સાચવણી ખૂબ જ જરૂરી હોય છે. સર્જરી પછી પણ ફિઝિયોથેરાપી જેવી બાબતોનું પાલન કરવું પડતું હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.