બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / It will continue to rain in Gujarat for next 5 days
Dhruv
Last Updated: 08:03 AM, 1 September 2022
ADVERTISEMENT
જાણો આજે કયા-કયા વિસ્તારોમાં મેઘરાજા વરસશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદ વરસશે.
ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 19 તાલુકામાં વરસાદ વરસ્યો
તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 19 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ દિયોદરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉમરપાડામાં 19 મીમી, ડાંગમાં 13 મીમી વરસાદ, સાયલામાં 13 મીમી, જંબુસરમાં 11 મીમી, ગઢડામાં 11 મીમી અને બાબરામાં 11 મીમી વરસાદ નોંધાયો છે.
બોટાદમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ પડ્યો હતો
બોટાદમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ગઢડામાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સાળંગપુર, લાઠીદડ, હરીપર, કેરાળા, રણીયાળામાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થયું હતું.
કોસ્ટલ બેલ્ટ અને ધારી ગીરમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી
એ સિવાય જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ અને ધારી ગીરમાં પણ મેઘરાજાએ રમઝટ બોલાવી હતી. ધારીના ગોપાલગ્રામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના ફાચરીયા, પીછડી અને લોર સહિતના ગામડાઓમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. ઘણા લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.
અમદાવાદમાં પણ ગઇકાલે મેઘરાજા તૂટી પડ્યા હતા
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરાઇ હતી. ત્યારે ગઇકાલે અમદાવાદમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, ઓઢવ અને બાપુનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડ્યા હતા. તો બીજી બાજુ પશ્ચિમ સાઇડ પણ આંબાવાડી, SG હાઇવે, શિવરંજની ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પણ તડામાર વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે
ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં સિઝનનો 859.19 મીમી વરસાદ નોંધાયો. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.