બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્વેટર સાથે છત્રી પણ તૈયાર રાખજો! ડિસેમ્બરની અધવચ્ચે વરસાદની આગાહી, પ્રચંડ ઠંડી માટે નવા વર્ષની જોવી પડશે રાહ
Last Updated: 08:06 AM, 3 December 2024
હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાતનાં તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે. પરંતુ કોઈ મોટા ફેરફારોની શક્યતા હાલ જોવાઈ રહી નથી. આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. રાજ્યના મધ્ય ભાગમાં પણ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશનના કારણે ભેજના લીધે અને વાવાઝોડાની અસરના લીધે છત્તીસગઢના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદમાં છાંટા થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતના ભાગોમાં ચાર પાંચ ડિસેમ્બરથી વાદળો આવી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા થઈ શકે અને વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદી છાંટા થઈ શકે છે.
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી રહી શકે છે. સૌરાષ્ટ્રના ભાગમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહે છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT