બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'દુર્ભાગ્યપૂર્વક ભૂલ થઈ ગઈ, એટલે...', એર સ્ટ્રાઇકથી રફામાં 45 લોકોના મોત બાદ નેતન્યાહૂનું મોટું નિવેદન
Last Updated: 09:14 AM, 28 May 2024
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે ગાઝાએ રફા શહેર પર કરેલા હુમલામાં 45 પેલેસ્ટિનિયનના મૃત્યુ પર પહેલી પ્રતિક્રિયા આપી છે. નેતન્યાહૂએ કહ્યું છે કે રવિવારે ગાઝાએ સૌથી દક્ષિણ શહેર રફા પર થયેલા હુમલામાં વિસ્થાપિત પેલેસ્ટેનિયનના મોત 'ભયાનક ભૂલ' હતી. જણાવી દઈએ કે આ ઘટના માટે આંતરરાષ્ટ્રીય જગતમાં ઇઝરાયેલની ભારે નિંદા થઈ રહી છે. હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા અને સેંકડો અન્ય ઘાયલ થયા હતા.
ADVERTISEMENT
યુદ્ધ ખતમ કરવાનો અમારો કોઈ ઇરાદો નથી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે નેતન્યાહૂએ ઇઝરાયેલની સંસદમાં કહ્યું કે તે મહત્ત્વપૂર્ણ છે કે ઇઝરાયેલ ગાઝામાં લડાઇમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે 'દરેક સંભવ સાવચેતી' રાખે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ઇઝરાયેલની સેનાએ દરેક સંભવ પ્રયાસો કર્યા છે કે આ યુદ્ધનો શિકાર સામાન્ય લોકો ન બને. આ સાથે નેતન્યાહુએ ફરી એકવાર હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી. નેતન્યાહુએ તેમના સંબોધન દરમિયાન કહ્યું, અમારું લક્ષ્ય પ્રાપ્ત થાય તે પહેલાં યુદ્ધ ખતમ કરવાનો અમારો કોઈ ઇરાદો નથી.
ADVERTISEMENT
אני לא מתייאש ולא מוותר עד לניצחון המוחלט של ישראל 🇮🇱 pic.twitter.com/6cpBo7Sl6T
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) May 27, 2024
બંધકોને મુક્ત કરીશું તો પણ અમારી શરતો પર
નેતન્યાહુએ કહ્યું, 'રફામાં અમે પહેલેથી જ લગભગ 10 લાખ નાગરિકોને કાઢી લીધા છે અને તેમને નુકસાન ન પહોંચાડવાના અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, કમનસીબે ભૂલ થઈ ગઈ. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.' દરમિયાન, રફાહ પર ઇઝરાયેલના હુમલા પછી, હમાસે કથિત રીતે મધ્યસ્થીઓને કહી દીધું છે કે તે યુદ્ધવિરામ અથવા કેદીઓની અદલાબદલીના કરાર પર કોઈ વાતચીત નહીં કરે. હમાસના એક વરિષ્ઠ અધિકારી ઓસામા હમદાને સોમવારે બેરૂતમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમે ઇઝરાયેલના બંધકોને મુક્ત કરીશું નહીં અને જો અમે કરીશું તો તે અમારી પોતાની શરતો પર.
વધુ વાંચો: અમેરિકામાં વાવાઝોડાંએ ભારે આતંક મચાવ્યો: એક-બે નહીં, કુલ 21 લોકોના મોત નિપજ્યાં, અનેક ઘરો તબાહ
ઇઝરાયેલને કરવો પડી રહ્યો છે નિંદાનો સામનો
જણાવી દઈએ કે ઇઝરાયેલને દક્ષિણ ગાઝાના રફા શહેર પર હુમલાને લઈને સોમવારે ફરી નિંદાનો સામનો કરવો પડ્યો. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા 45 પેલેસ્ટિનિયનના મોત થયા, જેમાં આગની ચપેટમાં આવેલા તંબુઓમાં રહેતા વિસ્થાપિત લોકો પણ સામેલ છે. હમાસ સામેના યુદ્ધને લઈને ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઇઝરાયેલના નજીકના સાથી દેશો ખાસ કરીને અમેરિકાએ નાગરિકોના મોત પર ભારે નારાજગી વ્યક્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.