Sunday, May 26, 2019

USની ગંભીર ચેતવણી કહ્યું 'આતંકવાદ સામે લડવા પાકિસ્તાન આપે મોદીનો સાથ'

USની ગંભીર ચેતવણી  કહ્યું 'આતંકવાદ સામે લડવા પાકિસ્તાન આપે મોદીનો સાથ'
આતંકવાદનાં મુદ્દા પર અમેરિકાએ પાકિસ્તાનને મોટી ચેતવણી આપી છે. અમેરિકી રક્ષા મંત્રી જિમ મૈટિસે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત કરવાની કોશિશ કરી રહેલ છે. એવામાં પાકિસ્તાનને આનું સમર્થન કરવું જોઇએ.

મૈટિસે કહ્યું કે જો પડોશી દેશ અફઘાનિસ્તાનમાં યુદ્ધ ખતમ કરવું છે તો પાકિસ્તાને તાલિબાન સાથે શાંતિ વાર્તામાં એક મહત્વની ભૂમિકા નિભાવવાની રહેશે. અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં મદદ માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનને લખેલ પત્રનાં સવાલ પર મૈટિસે આ જવાબ આપ્યો.

પત્રમાં ટ્રમ્પે એ સ્પષ્ટ કરી દીધું કે આ મુદ્દા પર પાકિસ્તાનનું સંપૂર્ણ સમર્થન એક સ્થાયી અમેરિકી-પાકિસ્તાન સમજદારીનાં નિર્માણનો 'આધાર' હશે. પેંટાગનમાં સોમવારનાં રોજ કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણનું સ્વાગત કરતા કહ્યું કે 'આપણે ઉપમહાદ્વીપમાં શાંતિ અને અફઘાનિસ્તાનમાં યુદ્ધને ખતમ કરવાનું સમર્થન કરવા માટે દરેક જવાબદાર રાષ્ટ્ર પાસે આશા રાખીએ છીએ."

મૈટિસે કહ્યું કે 'હવે સમય આવી ગયો છે કે દરેક સંયુક્ત રાષ્ટ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગની અને શાંતિ સ્થાપિત કરવા અને દુનિયાને ઉત્તમ બનાવવા માટેની કોશિશ કરનારા દરેકનું સમર્થન કરે.' તેઓએ કહ્યું કે 'અમે એ જ રસ્તા પર છીએ. રાજનયિક રૂપથી આનું નેતૃત્વ કરવામાં આવી રહેલ છે. જેમ કે હોવું જોઇએ અને અમે અફઘાનનાં લોકોની રક્ષા માટે દરેક સંભવ પ્રયાસ કરીશું.'

 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ