IT return documents have to be preserved for so many years! If the notice comes, you will be in trouble
કામની વાત /
શું ખરેખર! IT રિટર્નના ડૉક્યુમેન્ટ્સ આટલાં વર્ષ સુધી સાચવવા પડશે! જો નોટિસ આઇ તો મુકાઇ જશો મુશ્કેલીમાં
Team VTV04:28 PM, 10 Jan 23
| Updated: 11:16 AM, 16 Jan 23
આવકવેરા કાયદા હેઠળ, કોઈપણ વ્યક્તિને આવકવેરાની નોટિસ મોકલવાની સમય મર્યાદા વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
કરપાત્ર આવક ધરાવતી દરેક વ્યક્તિર આવકવેરો ભરવો જોઈએ
ઇન્કમ ટેક્સથી જોડાયેલ દસ્તાવેજ કેટલો સમય સંભાળીને રાખવા?
કોઈપણ વ્યક્તિને આવકવેરાની નોટિસ મોકલવાની સમય મર્યાદા આટલી હોય
દર વર્ષે ઘણા લોકો ઈન્કમ ટેક્સ રિટર્ન ભરે છે અને દરેક એ લોકોએ આવકવેરા રિટર્ન ફાઇલ...
કરપાત્ર આવક ધરાવતી દરેક વ્યક્તિર આવકવેરો ભરવો જોઈએ
ઇન્કમ ટેક્સથી જોડાયેલ દસ્તાવેજ કેટલો સમય સંભાળીને રાખવા?
કોઈપણ વ્યક્તિને આવકવેરાની નોટિસ મોકલવાની સમય મર્યાદા આટલી હોય
દર વર્ષે ઘણા લોકો ઈન્કમ ટેક્સ રિટર્ન ભરે છે અને દરેક એ લોકોએ આવકવેરા રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે જેની આવક કરપાત્ર છે. એવામાં જો કોઈ વ્યક્તિની કરપાત્ર આવક હોવા છતાં તે ટેક્સ ન ભરે તો તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કરપાત્ર આવક ધરાવતી દરેક વ્યક્તિર આવકવેરો ભરવો જોઈએ. જએ લોકો ટેક્સ ભરત હશે એમને ખ્યાલ હશે કે ઈન્કમ ટેક્સ ભર્યા બાદ તેની પુષ્ટિ પણ આવકવેરા વિભાગ તરફથી આપવામાં આવે છે.
ઈન્કમ ટેક્સ ફાઇલ કરતાં સમયે કેટલાક દસ્તાવેજો પણ સબમિટ કરવાના હોય છે અને આ દસ્તાવેજો દ્વારા બની શકે કે તમને કરમાંથી થોડી મુક્તિ પણ મળી શકે છે અથવા તો તમે આ દસ્તાવેજ ફોર્મ 16 પણ હોઈ શકે છે. આ બધા સિવાય શું તમે જાણો છો કે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી ઇન્કમ ટેક્સથી જોડાયેલ દસ્તાવેજ કેટલા સમય સુધી સંભાળીને રાખવા જોઈએ?
જએ લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે એમને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ટેક્સ ફાઈલિંગ કરીને દર વર્ષે તેની ફાઇલ જરૂર બનાવવી જોઈએ. એ ફાઇલમાં તે જરૂરી દસ્તાવેજો હશે જે આવકવેરો ફાઇલ કરવામાં તમારા માટે ઉપયોગી બની શકે છે અને રિટર્ન ફાઇલ કર્યા પછી પમળેલ કન્ફર્મેશનની કોપી પણ તેમાં રાખવી જોઈએ. જો કે આવકવેરા કાયદા હેઠળ એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે કરદાતાએ વધુમાં વધુ વર્ષો સુધી આવકવેરા સંબંધિત દસ્તાવેજો સાચવીને રાખવા જોઈએ પણ તેમાં એક મહત્વની વાતનો ઉલ્લેખ ચોક્કસપણે કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે આવકવેરા કાયદા હેઠળ, કોઈપણ વ્યક્તિને આવકવેરાની નોટિસ મોકલવાની સમય મર્યાદા વિશે માહિતી આપવામાં આવી હોય છે એ મુજબ આવકવેરા વિભાગને સંબંધિત નાણાકીય વર્ષના અંતથી આવતા સાત વર્ષ માટે કરદાતાઓને નોટિસ મોકલવાનો અધિકાર છે. એટલે કે તમારે આવકવેરાના જરૂરી દસ્તાવેજો 7 વર્ષ સુધી સુરક્ષિત રાખવા જોઈએ નહીં તો કોઈપણ પ્રકારની નોટિસ આવે તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.