બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IT RED to PSY Group partners in Gandhinagar, action at 27 locations
Priyakant
Last Updated: 03:34 PM, 8 February 2024
ADVERTISEMENT
Gandhinagar : ગાંધીનગરમાં ઘણા લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું ઓપરેશન સામે આવ્યું છે. વિગતો મુજબ ગાંધીનગરમાં PSY ગ્રુપ ઉપર ઇન્કમટેક્સની તવાઈ સામે આવી છે. ગાંધીનગરમાં સેક્ટર-8 અને સેક્ટર-21 સહિતના એરીયાઓમાં ITના દરોડા પડ્યા છે. મહત્વનું છે કે, લાંબા દિવસો બાદ ગાંધીનગરમાં જ એક સાથે 27 જગ્યા ઉપર તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. આજે ગાંધીનગરમાં સેક્ટર-8 અને સેક્ટર-21 સહિત કુલ 27 સ્થળો પર અચાનક જ ઇન્કમટેક્સની તપાસ ચાલી રહી છે. આ દરોડા PSY ગ્રુપના ભાગીદારો બંકીમ જોશી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતનાને ત્યાં પડ્યા છે. વિગતો મુજબ ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આ તરફ હવે તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.