IT raids in AGL company on fourth day in gujarat news
સર્ચ ઓપરેશન /
રાજ્યમાં સતત ચોથા દિવસે AGL કંપનીમાં ITના દરોડા યથાવત, 20 કરોડની રોકડ જપ્ત, 25 લોકર સીલ
Team VTV07:44 AM, 29 May 22
| Updated: 07:52 AM, 29 May 22
રાજ્યમાં સતત ચોથા દિવસે અમદાવાદ, સુરત અને હિંમતનગરમાં AGL કંપનીમાં ITનું સર્ચ ઓપરેશન યથાવત.
AGL કંપની પર ITના દરોડા યથાવત્
ITના દરોડામાં ઝડપાઇ રૂ.20 કરોડની રકમ
IT તપાસમાં 25 લોકર પણ સીલ કરાયા
રાજ્યમાં અમદાવાદ, સુરત અને હિંમતનગરમાં AGL કંપનીમાં ITનું સર્ચ ઓપરેશન યથાવત છે. આ સર્ચ દરમિયાન રૂપિયા 20 કરોડની રકમ ઝડપાઈ છે. સાથે 25 લોકર સીલ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ITને ફાઈનાન્સર સંકેત, રુચિત, દિપક શાહને ત્યાંથી 10 કરોડ મળ્યા છે અને સુરતના શેર બ્રોકર ચિરાગ મોઢને ત્યાંથી 4 કરોડની રોકડ મળી હતી. જેથી ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ મળેલી રકમ અંગે વિગતો મેળવી રહી છે. ઉપરાંત રોકડ રકમ માટેના વ્યવહારો અંગેની માહિતી પણ એકત્રિત કરાઇ રહી છે.
સતત ત્રીજા દિવસે ITને AGL કંપનીમાંથી 5 કરોડની રકમ મળી આવી હતી
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ITએ સતત ત્રીજા દિવસે AGL કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વધુ 5 કરોડની રકમ મળી આવી હતી. આ સાથે ફાઈનાન્સર સંકેત, રુચિત, દિપક શાહને ત્યાંથી 10 કરોડ મળ્યા હતા અને સુરતના શેર બ્રોકર ચિરાગ મોઢને ત્યાંથી 4 કરોડની રોકડ મળી હતી. જેથી ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ મળેલી રકમ અંગે વિગતો મેળવી રહી છે. ઉપરાંત રોકડ રકમ માટેના વ્યવહારો અંગેની માહિતી પણ એકત્રિત કરાઇ રહી છે.
રાજ્યના 40 સ્થળોએ ઈન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી
અત્રે નોંધનીય છે કે, રાજ્યના 40 સ્થળોએ ઈન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સેજલ શાહના ઘર અને ઓફિસ બન્ને સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું છે. ઈન્કમ ટેક્સ વિભાગ હવે ડેટા એનાલિસિસ અને ડોક્યુમેન્ટ્સના આધારે આગળની તપાસ હાથ ધરશે. સાથે આગામી દિવસોમાં લોકર્સની તપાસ પણ કરવામાં આવશે. આ અગાઉ અમદાવાદમાં પણ ITએ દરોડા પાડ્યા હતાં.
વધુમાં જણાવી દઇએ કે, અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ IT વિભાગે ગઇ કાલે AGL Tiles કંપની સહિત એકસાથે 35થી 40 જગ્યાએ દરોડા પાડ્યા હતાં. ત્યારે આજે પણ AGL કંપનીમાં 40 જગ્યાએ IT વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત ધોરણે શરૂ છે. ફાઈન્સર સંકેત સાહ, રુચિત શાહ અને દિપક શાહને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સેજલ શાહને ત્યાં પણ IT દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. નારાયણ નગર પાલડી ખાતેની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.
ITને અગાઉ 10 કરોડ કેશ અને 12 લોકરો મળી આવ્યા
બીજી બાજુ પરિવાર સભ્ય કમલેશ પટેલ, મુકેશ, ભાવેશ અને સુરેશ પટેલને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી. કંપનીની અમદાવાદ, મોરબી, હિંમતનગર અને સુરત ઓફિસ પર પણ તપાસ
હાથ ધરવામાં આવી રહી છે. અદાણી શાંતિગ્રામ ખાતે AGL માલિકના રહેઠાણ પર પણ તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદની 30 જગ્યાએ સર્ચ ઓપરેશન સતત બીજા દિવસે ચાલુ છે. IT ની રેડમાં ITને અત્યાર સુધી 10 કરોડ કેશ અને 12 લોકરો મળી આવ્યા છે. 200 ઇન્કમટેક્સના અધિકારીઓ રેડમાં લાગેલા છે.