IT raid in 35-40 places AGL Tiles in Ahmedabad today gujarati news
BIG NEWS /
અમદાવાદમાં એકસાથે 35-40 જગ્યાએ ITની રેડ: AGL કંપનીના કૉર્પોરેટ હાઉસ-ભાગીદારોને ત્યાં તપાસ
Team VTV09:51 AM, 26 May 22
| Updated: 11:37 AM, 26 May 22
અમદાવાદમાં આજે ઘણા લાંબા સમય બાદ IT વિભાગે AGL Tiles કંપની સહિત એકસાથે 35થી 40 જગ્યાએ દરોડા પાડી સપાટો બોલાવ્યો છે.
અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન
એકસાથે 35થી 40 જગ્યાએ ITની રેડ
AGL Tiles કંપનીને ત્યાં ITનો સપાટો
આજે અમદાવાદમાં ITએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. ટાઇલ્સ ઉત્પાદક એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિ. પર ITના દરોડા પાડવામાં આવ્યા છે. શહેરમાં એક સાથે 35થી 40 જગ્યાએ ITની રેડ પાડવામાં આવી. શહેરના ઇસ્કોન ચોક પાસે આવેલી કોર્પોરેટ ઓફિસ પર ITએ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
તમામ ભાગીદારોને ત્યાં IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન
અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારોને ત્યાં IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં તપાસ ચાલી રહી છે. છેક ગુજરાત બહાર પણ ITની તપાસ લંબાવાઇ છે. મોરબીમાં રહેલા જોઇન્ટ વેન્ચરને ત્યાં પણ IT વિભાગે તપાસ હાથ ધરી છે. IT વિભાગે પોલીસના મોટા કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ તપાસમાં ITના 200 અધિકારીઓ જોડાયા છે.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ ભારતની સૌથી મોટી ટાઇલ્સ બનાવતી કંપનીઓમાની એક
વધુમાં તમને જણાવી દઇએ કે, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને એનું મુખ્ય મથક (Gujarat) ગુજરાતમાં છે. કમલેશ પટેલની માલિકીની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ એ ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ બનાવતી કંપનીઓમાની એક છે. મળતા અહેવાલ મુજબ, તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી હિસાબો સામે આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.