IT Minister Ashwini Vaishnavs statement at the Global Forum Annual Summit
નિવેદન /
સરકારનું મોટું એલાન, ભારતની પાસે હશે પોતાનું મેડ ઈન ઈન્ડીયા ChatGPT, ટૂંક સમયમાં થશે લોન્ચ
Team VTV11:58 PM, 27 Mar 23
| Updated: 07:59 AM, 28 Mar 23
આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગ્લોબલ ફોરમ એન્યુઅલ સમિતમાં 'ભારત પાસે પોતાનું AI ચેટબોટ હશે'આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.
આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટો સંકેત
ભારત પાસે પોતાનું AI ચેટબોટ હશે
ભારત સરકારે આપ્યો સંકેત
ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટો સંકેત આપ્યો છે અને કહ્યું છે કે ભારત પાસે પોતાનું AI ચેટબોટ હશે. જેને જલ્દી જ લોન્ચ કરી દેવામાં આવશે મહત્વનું છે. મંત્રીએ ગ્લોબલ ફોરમ એન્યુઅલ સમિતમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. જનરેટિવ AI તાજેતરમાં સૌથી વધુ ચર્ચામાં છે. જે ChatGPT, એક ચેટબોટ જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી અજાયબીઓ બતાવે છે.
ભારતમાં તેની પોતાની AI ચેટબોટ હશે
આ મામલે હવે ભારત સરકારે સંકેત આપ્યો છે કે દેશમાં તેનું પોતાનું ChatGPT વર્ઝન તૈયાર કરવામાં આવે તેવો દાવો કર્યો છે.ગ્લોબલ ફોરમ એન્યુઅલ સમિતમાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક 'મોટી જાહેરાત' કરી ભારતમાં તેની પોતાની AI ચેટબોટ હોઈ શકે છે અને તે ટૂંક સમયમાં લોન્ચ કરાશે તેવું જણાવ્યું હતું. વધુમાં સરકાર સ્ટાર્ટ-અપ સમુદાયને પ્રોત્સાહન આપવા માટે પણ કામ કરશે. તેવું પણ કહ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે...
કેન્દ્રીય મંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે બસ થોડા અઠવાડિયા રાહ જુઓ, આ મામલે મોટી જાહેરાત થઈ શકે છે.' અત્રે નોંધનિયય છે કે ગ્લોબલ ચેટબોટ માર્કેટ વર્ષ 2030 સુધીમાં 3.99 અરબ ડોલર સુધી પહોંચી શકે છે, જેમાં OpenAl, Google અને Snapchat જેવા દિગગજ નામો આગાઉથી જ સામેલ છે. વધુમાં કેટલીક અન્ય કંપનીઓ પણ જનરેટિવ AI માં રોકાણ કરી રહી છે અને તેઓ પોતાનું વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. આ દરમિયાન અશ્વિની વૈષ્ણવે ભારતમાં વધી રહેલા સ્ટાર્ટ-અપ મામલે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે સિલિકોન વેલી બેંકના પતનથી કોઈપણ ભારતીય સ્ટાર્ટ-અપને અસર થઈ નથી. જેનું કારણ એ છે કે સરકારે તેમને મદદ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી હતી. તેમણે ટેકનોલોજી સેક્ટરમાં ભારતની વર્તમાન સ્થિતિની પ્રશંસા કરી અને કહ્યું કે ઘણા વૈશ્વિક ભાગીદારો હવે ભારતીય સ્ટાર્ટ-અપ્સ સાથે કામ કરવા માંગે છે.