બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 40 સ્થળોએ ITનું મેગા સર્ચ ઓપરેશન યથાવત્, ત્રણ બિલ્ડરો પાસે આટલા કરોડ અને બોગસ લોનની એન્ટ્રીઓ મળી
Last Updated: 11:22 PM, 2 December 2024
આયકર વિભાગે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં સપાટો બોલાવ્યો છે. ત્રણ બિલ્ડર ગ્રૃપને ત્યાં દરોડા પાડ્યા ત્યારે કરોડો રૂપિયાની દસ્તાવેજ મળી આવ્યો તેમજ વિગતો મુજબ 10 કરોડથી વધુની રોકડ મળી આવી છે. આપને જણાવી દઈએ કે, ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા 40 જેટલા સ્થળોએ દરાડા પાડવામાં આવ્યા છે. સાથો સાથ 15 બેન્ક લોકર સીઝ કરવામાં આવ્યા છે
ADVERTISEMENT
ત્રણ ગ્રુપના જુદા જુદા સ્થળો પર સર્ચની કામગીરી
રાધે ગ્રુપ, ટ્રોગોન ગ્રૃપ અને ધરતી સાંકેત ગ્રૃપના રાજયમાં જુદા-જુદા સ્થળોએ આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ 25 સ્થળોએ તેમજ ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, મોરબીમાં પણ સર્ચની કામગીરી હાથ ધરવામા આવી હતી. આ તપાસ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યાની વિગતો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રૂપાણી મુખ્યમંત્રી નક્કી કરવા જશે, ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ, જુઓ 8 મોટા સમાચાર
બિલ્ડર ગ્રૂપોમાં સન્નાટો
આ સર્ચને લઈ રિયલ એસ્ટેટ ગ્રૂપોમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. તેમજ અન્ય ધંધા-વેપાર સાથે સંકળાયેલા લોકો સુધી તપાસનો રેલો પહોંચી શકે છે. ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા કરવામા આવેલી તપાસમાં બોગસ એન્ટ્રીઓ, જમીનો તેમજ ફ્લેટ વગેરેમાં રોકાણ કરવામાં આવ્યું હોવાની શંકાને લઈ પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT