બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / it may rain in South Gujarat on May 25 due to pre-monsoon activity

આગાહી / પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના લીધે ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, જાણો ક્યારે

Dhruv

Last Updated: 04:07 PM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના પગલે ગુજરાતમાં ફરીવાર કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.

  • રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી 
  • રાજ્યમાં શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી 
  • 25મેના રોજ દ. ગુજરાતમાં પડી શકે છે વરસાદ

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં ફરીવાર કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે.' ત્યારે 25મી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

વાદળછાયા વાતાવરણના કારણે કેટલાંક વિસ્તારોમાં ઉકળાટનો સામનો કરવો પડી શકે

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, અમદાવાદમાં શનિવારે 43 ડિગ્રી તાપમાન રહેશે જ્યારે 24 કલાક બાદ 3 ડીગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે. હાલ રાજ્યમાં હિટવેવની અસર નહિવત હોવાની રાહત હવામાન વિભાગે આપી છે સાથે જ કેટલાક વિસ્તારમાં 24 અને 25 મેના રોજ વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે એટલે કે હવે આવનાર દિવસોમાં ગરમીથી આંશિક રાહત તમામ લોકોને મળશે તો કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના કારણે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.'

રાજ્યમાં કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત

રાજ્યમાં એક તરફ ચોમાસું વહેલાં આવશે તેવી આગાહી વચ્ચે હવામાન વિભાગે હવે ગરમીને લઇને વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 'રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 23 અને 24 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોનું તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે.

તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના

હવામાન વિભાગના અમદાવાદ વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 'ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આગામી 26 કલાક સુધી હાલનું તાપમાન યથાવત રહેશે. ત્યાર બાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે.' તેઓએ જણાવ્યું કે, 'પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.'

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ યથાવત 

અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. જેને લઈને અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસ-પાસ રહેવા પામ્યો છે, આ વચ્ચે આવતીકાલે પણ શહેરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં 3 દિ' બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે

રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનના પારામાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે આગામી ત્રણ દિવસો સુધીમાં ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આ બાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે, હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી,પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ