જાણો, તાવમાં ઠંડા પાણીના કપડાં માથા પર રાખવા સાચું છે કે ખોટું!

By : krupamehta 12:28 PM, 10 July 2018 | Updated : 12:28 PM, 10 July 2018
આપણે બાળપણથી જોતા આવ્યા છીએ કે જ્યારે પણ તાવ આવે છે તો મા માથા પર પર ઠંડા પાણીનું કપડું રાખે છે. લોકો સલાહ પણ આપે છે કે તાવ ઊતારવા માટે ઠંડા પાણીના કપડા રાખો. પરંતુ શું તાવમાં ઠંડા પાણીનું કપડું રાખવાથી વૈજ્ઞાનિક રીતે પણ ફાયદો થાય છે? ચલો જાણીએ એ વિશે...

જ્યારે તાવ 101 ડિગ્રી ફેરેનહાઇટથી ઉપર જાય છે તો સ્થિતિ ગંભીર થઇ જાય છે. અને પછી એનું 103 ડિગ્રી ફેરેનહાઇટ સુધી પહોંચવા પર ખૂબ વધારે ગભરામણ થાય છે. એવામાં ડોક્ટર તાવ માટે દવાઓ તો આપે છે પરંતુ કેટલીક વખત દવાઓ ગળવા છતાં શરીરનું તાપમાન સામાન્ય થતું નથી. એવામાં ઠંડા પાણીનું કપડું અથવા સ્પંજને માથા પર રાખવાથી તાવને ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 

એના માટે આખા શરીરમાં સ્પંજ અથવા કપડું મૂકવું જોઇએ. જો દર્દી વધારે કમજોરી મહેસૂસ કરતો ના હોય તો એને ન્હાવું પણ જોઇએ. એનાથી એનું તાપમાન સામાન્ય થાય છે. કપડું મૂકવા માટે બરફના પાણીનો ઉપયોગ કરવો જોઇએ નહીં. બરફના પાણીનો ઉપયોગ માત્ર ત્યારે કરવો જોઇએ જ્યારે તાવ 104 થી 105 ડિગ્રી ફેરેનહાટ સુધી થઇ ગયો હોય. Recent Story

Popular Story