ભારતમાં અહીં આવેલું છે આ ચમત્કારી મંદિર જ્યાં 2000 વર્ષોથી સળગી રહી છે અખંડ જ્યોત

By : vishal 10:34 AM, 13 June 2018 | Updated : 10:34 AM, 13 June 2018
ભારતને દેવી-દેવતાઓનો દેશ માનવામાં આવે છે, વિકસિત વર્ગ પણા માનતાઓમાં માનતો હોય છે. ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં આજે પણ આપણને ચમત્કાર જોવા મળે છે. આવો જ એક ચમત્કાર આજે અમે તમને જણાવશું જ્યાં 2000 વર્ષથી અખંડ જ્યોત સળગી રહી છે.પૂર ઝડપે આવતો પવન પણ દેવી-શક્તિ આગળ ઝાંખો પડી જાય છે.આ ચમત્કારી મંદિર છે મધ્યપ્રદેશના માલવા જિલ્લાથી 20 કિલોમીટર દૂર બીજા નગરીમાં આ મંદિરમાં લગભગ 2000 વર્ષોથી અંખડ જ્યોત પ્રજ્જ્વલિત છે. હવા આવે તો પણ ઓલવાતી નથી. શ્રધ્ધાળુઓનું માનવુ છે કે, આખો દિવસ માતાના ત્રણ સ્વરૂપ દેખાય છે. માંની મૂર્તિમાં સવારે નાનપણ, બપોરે યુવાની અને સાંજે વૃધ્ધનું સ્વરૂપ દેખાય છે. જ્યાંઅંખડ જ્યોત કરવામાં દોઢ ક્વિન્ટલ તેલ દર મહિને થાય છે, જ્યારે નવરાત્રી દરમિયાન 10 ક્વિન્ટલ તેલ થાય છે. અહીં એવી માન્યતા છે કે શ્રધ્ધાળુ ગોબરથી ઉંધો સાથિયો બનાવે તો તેની તમામ મનોકામના પૂરી થઈ જાય છે. તેના પછી મંદિરમાં આવી સીધો સાથિયો બનાવે છે. નવરાત્રીમાં ઘટ સ્થાપના પછી અહીં નારિયેળ વધેરવામાં આવે છે, આઠમના દિવસ પછી પણ નારિયેળ વધેરવામાં આવે છે. માન્યતા છે કે, ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના સમયમાં તેમનો ભાણિયો વિજયસિંહ અહીં શાસન કરતો હતો. વિજયસિંહ રોજ સ્નાન કર્યા પછી પોતાના ઘોડા પર બેસીને ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતાના મંદિરમાં દર્શન કરવામાં જતા હતા. એક દિવસ માં હરસિદ્ધિએ રાજાને સપનામાં દર્શન આપ્યા અને રાજાને બીજાનગરીમાં મંદિર બનાવવા માટે અને તે મંદિરના દરવાજા પૂર્વ દિશામાં રાખવા માટે કહ્યું. રાજા એવુ કર્યું પણ ખરા. ત્યારબાદ  માતાજી ફરીથી રાજાના સપનામાં આવ્યા અને તે મંદિરમાં બિરાજમાન થઈ ગયા અને કહ્યું કે જે દરવાજો તે પૂર્વમાં રાખ્યો હતો તે પશ્ચિમમાં થઈ ગયો છે. રાજાએ જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કેમ કે, મંદિરનો દરવાજો પશ્ચિમની તરફ થઈ ગયો હતો.Recent Story

Popular Story