It has come to light that a retired teacher has become a victim of usury in Rakhial
અમદાવાદ /
વ્યાજે લીધેલા 8 લાખના 12 લાખ પરત કર્યા, હજી પણ 21 લાખ બાકી, રખિયાલનો નિવૃત શિક્ષક ફસાયો 5 ટકાની જાળમાં, જુઓ શું થયું |
Team VTV11:42 PM, 25 Jan 23
| Updated: 12:47 AM, 26 Jan 23
રખિયાલમાં એક નિવૃત શિક્ષક વ્યાજખોરનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. આ શિક્ષકે વ્યાજે લીધેલા 8 લાખ સામે 11 થી 12 લાખ ચુકવી દીધા હોવા છતાં 21 લાખથી વધુ રૂપિયાની ઉઘરાણી કરતા અંતે મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો.
રખિયાલમાં એક નિવૃત શિક્ષક વ્યાજખોરનો શિકાર બન્યા
8 લાખના 11 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણા ચાલુ
ફરિયાદના આધારે વ્યાજખોર વૃદ્ધની ધરપકડ કરતી પોલીસ
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂદ્ધ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે અમદાવાદના રખિયાલ પોલીસ મથકમાં એક નિવૃત્ત શિક્ષકે વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મામલાની વિગત એવી છે કે શિક્ષકની વર્ષ 2016 માં આર્થીક પરીસ્થીતી ખરાબ હતી જેથી તેને રખીયાલ ગામમાં રહેતા મહેન્દ્રકુમાર ઉર્ફે મનુભાઈ રાઠોડ પાસેથી 5 ટકા લેખે આઠ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદ શિક્ષકે ટુકડે ટુકડે પ્રથમ 3 લાખ પછી 2 લાખ અને છેલ્લે રૂપિયા 3 લાખ મળી કુલ 8 લાખ રોકડા ચુકવી આપ્યા હતા. જે બદલ વ્યાજખોર શિક્ષક પાસેથી નોટરી રૂબરૂ હાથ ઉછીના આપેલ છે તેવો રૂપિયા 100 ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરાવી લીધો હતો અને તેની કોપી શિક્ષકને આપી ન હતી અને ત્યાર બાદ શિક્ષકને ધાક ધમકીઓ આપી તેની પાસેથી બેંકના 10 કોરા ચેક, એ.ટી.એમ અને પાસબુક પડાવી લીધા હતા.. દર મહીને શિક્ષકના પગાર થાય ત્યારે વ્યાજખોર મહેન્દ્રભાઈ શિક્ષકના ખાતામાંથી વ્યાજ લેતા હતા.
પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી કાર્યવાહી
શિક્ષકે 8 લાખ વ્યાજે લીધા બાદ 2 વર્ષ સુધી 5 ટકાના હીસાબે વ્યાજ આશરે 11 થી 12 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આમ છતા વ્યાજખોર મહેન્દ્રકુમાર ઉર્ફે મનુ શિક્ષકના ઘરે પહોંચી મુડી બાકી છે આપી દે નહીતર જાનથી મારી નાખીશ અને તારે રખિયાલ ગામમાં રહેવુ ભારે પડશે તેવી ધમકી આપતો હતો. વ્યાજખોરોની ધમકીઓ આપી શિક્ષકના પત્ની પાસેથી 15 લાખ ઉછીના આપ્યા છે તેવું લખાણ કરવી લેવામાં આવ્યું અને બાદમાં શિક્ષકના ખાતામાંથી 4 લાખ, પત્નીના ખાતા માંથી 3 લાખ અને દીકરાના ગૂગલ પે મારફર 40 હજાર ચૂકવ્યા હતા. આ ઉપરાંત વ્યાજખોરે અગાઉ શિક્ષક પાસેથી લીધેલા 10 કોરા ચેકમાંથી 10 લાખનો ચેક બેંકમાં આપ્યો હતો.
જોકે શિક્ષકના એકાઉન્ટમાં બેલેન્સ નહિ હોવાથી ચેક રિટર્ન થતો હતો અને શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. બીજી તરફ વ્યાજખોર મનુભાઇના સાગરીત હિમાંશુ ઠાકોર દ્વારા પણ 5 લાખનો ચેક બેંકમાં નાખ્યો હતો જે પણ રિટર્ન થતાં હિમાંશુભાઈએ પણ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ વ્યાજખોર મનુએ જામીન પેટે શિક્ષકના દિકરા પાસેથી પણ ત્રણ કોરા ચેક લઈ લીધા હતા જેમાંથી 6 લાખનો એક ચેક બેંકમા ભરેલો હતો જે ચેક બાઉન્સ થતા શિક્ષકના દિકરા વિરુધ્ધમાં પણ નેગોશીયલ કોર્ટમા ફરીયાદ કરવામાં આવી હતી. હાલતો શિક્ષકની ફરિયાદને લઈને STSC સેલેએ મનુભાઇની ધરપકડ કરી છે. અને વ્યાજખોરી તેમજ એક્ટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે..