ભાવનગરને વિમાની ક્ષેત્રે ફરી એક વખત અન્યાય સહેવાનો વારો આવ્યો છે. અગામી 7મી માર્ચથી ભાવનગર મુંબઈની વિમાની સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
ભાવનગરને વિમાની ક્ષેત્રે ફરી એક વખત અન્યાય
અગામી 7મી માર્ચથી ભાવનગર મુંબઈની વિમાની સેવા બંધ
તાજેતરમાં પત્ર લખી ફ્લાઈટને ડેલી કરવાની માંગ કરી હતી
કનેક્ટિવિટીની વાત આવે ત્યારે હંમેશા ભાવનગર સાથે અન્યાય થતો આવ્યો છે. ત્યારે ભાવનગર શહેરને વિમાની ક્ષેત્રે ફરી એક વખત અન્યાય થવા પામ્યો છે. હજુ તો થોડા સમય પહેલા શરૂ થયેલી દિલ્હીની વિમાની સેવાઓતો બંધ કરી દેવામાં આવી છે. ત્યાં વધુ એક ખરાબ સમાચાર ભાવનગર વાસીઓ માટે સામે આવ્યાં છે .
અગામી 7મી માર્ચથી ભાવનગર મુંબઈની વિમાની સેવા બંધ
ઈન્ડિયન એરલાઈન્સે અગામી 7મી માર્ચથી ભાવનગર મુંબઈની વિમાની સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.મહત્વનું છે કે, ભાવનગરને કંઈ અન્યાય નહીં થાય તેવા ફુંકાયેલા બણગા ખોટા સાબિત થઈ રહ્યાં છે. ભાવનગર પાસે પોતાનું એરપોર્ટ તો છે પણ ફ્લાઈટ તો એક-બે આંગળીના વેઢે ગણી શકાય તેટલી પણ નથી. નબળી નેતાગીરીના પાપે હવાઈ સુવિધામાં કાયમી અન્યાયનો ભાવનગરની સહનશીલ જનતા સામનો કરી રહી છે.
તાજેતરમાં એર ઈન્ડિયાને પત્ર લખી ફ્લાઈટને ડેલી કરવાની માંગ કરી હતી
દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે ભાવનગરનો વ્યાવસાયિક અને પારિવારિક રીતે સીધો નાતો છે, જેના કારણે ટ્રાફિક સારો રહેતો હોવા છતાં વિમાની સેવા વધારવાની વાત તો દૂર રહી જે છે તેને પણ નિયમિત શરૂ રાખવામાં આવી રહી નથી. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હજુ થોડા દિવસો પહેલા જ એર ઈન્ડિયાને પત્ર લખી સપ્તાહમાં ત્રણ દિવસ ઓપરેટ થતી ભાવનગર-મુંબઈ ફ્લાઈટને ડેઈલી કરવા માંગણી કરાઈ હતી. પરંતુ એર ઈન્ડિયાએ ડેઈલી ફ્લાઈટના બદલે અઠવાડિયામાં બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થતી ફ્લાઈટને પણ બંધ કરવા જણાવી દીધું છે. આમ એર ઈન્ડિયાએ ફ્લાઈટનું સંચાલન રદ્દ કરવાનો નિર્ણય કરતા હવે માત્ર સ્પાઈસ જેટ દ્વારા જ સપ્તાહમાં ત્રણ દિવસ મુંબઈની ફ્લાઈટ ઓપરેટ થશે તેમ જાણવા મળ્યું છે.