"It does not appear that the lion died in an accident in Amreli," the former judge demanded
મોત પર સવાલ /
'અમરેલીમાં સિંહનું મોત અકસ્માતથી થયું હોય તેવું નથી લાગતું' પૂર્વ જજે કરી આ માંગ
Team VTV04:29 PM, 24 Nov 21
| Updated: 04:42 PM, 24 Nov 21
વન વિભાગે મૃતક સિંહનું ટ્રેન અડફેટે મોત થયું હોવાનું કહી આકસ્મિક ઘટના જણાવી. આ કેસમાં નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને HCના વકીલે કહ્યું કે, તપાસ કરો,ઘટના આકસ્મિક નહિ.
ગીરમાં બે દિવસ પહેલા બનેલી ઘટના
સિંહના મોત અંગે ઉઠ્યા છે સવાલ
મોત આકસ્મિક નહિ; તપાસની માંગ
બે દિવસ પહેલા અમરેલી નજીકના ગોરડકા પાસેની સીમમાં સિંહના મળેલા મૃતદેહ અંગે હવે તર્ક રજુ થવા લાગ્યા છે.વન વિભાગે,મૃતક સિંહનું ટ્રેન અડફેટે મોત થયું હોવાનું કહી આકસ્મિક ઘટના જણાવી હતી. આ કેસમાં નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને HCના વકીલે કહ્યું કે, અકસ્માતમાં સિંહનું મૃત્યુ થયું હોય તેવું નથી લાગતું,અને ઘટનાનો વીડિયો ફોરન્સિકમાં મોકલવો જોઇએ. આમ, સિંહના મોત મામલે હવે વનવિભાગના નિવેદનને હાઈકોર્ટેના વકિલે જુદા તર્કથી રજુ કરતા સનસનાટી મચી છે.
વન વિભાગ-વકીલ આમને-સામને
બે દિવસ પહેલા અમરેલીમાં ગોરડકા નજીક સિંહનું અકસ્માતમાં મૃત્યુ મોત થયા બાદ વન વિભાગે તારણ આપ્યું હતું કે, એશિયાટિક સિંહના મૃત્યુ આકસ્મિક રીતે ટ્રેન અડફેટે થયું હોવાનો મત વ્યક્ત કર્યો હતો.આ સામે હવે નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને HCના વકીલ જયદેવ ધાધલે સમગ્ર ઘટનાની તપાસ કરવા કરી માગ કરી છે. હાઈકોર્ટના વકીલ ધાધલે કહ્યું કે,અકસ્માતમાં સિંહનું મૃત્યુ થયું હોય તેવું નથી લાગતું, સમગ્ર ઘટનાનો વીડિયો ફોરન્સિકમાં મોકલવો જોઇએ.
2018 માં ગીરને મોટું નુકસાન
ઉલ્લેખનીય છે કે, ગીર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સિંહના આકસ્મિક મોત થયા છે. જો કે, 2017 -2018 માં ગીર પંથકમાં આવેલા પૂરના કારણે કેટલાય એશિયાટિક સિંહનું નુકસાન પણ થયું છે. ત્યારે, બે દિવસ પહેલાની ઘટનાને હાઈકોર્ટનાં વકીલે જુદી રીતે મૂલવતા,સનસનાટી મચી જવા પામી છે.