TAX / નરેશ ગોયલને ઇન્કમટેક્સનું સમન્સ, જેટમાં 650 કરોડ ટેક્સ ચોરીની આશંકા

 IT department Summons Naresh Goyal in Evasion Case

ઇન્કમટેક્સ સત્તાવાળાઓએ જેટ એરવેઝ (Jet Airways) નાં પ્રસ્થાપક નરેશ ગોયલને ટેક્સચોરીના કેસમાં સમન્સ બજાવ્યા છે. આ મામલે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે એક એન્ફોર્સમેન્ટ એજન્સીએ બંધ થઇ ચૂકેલી એરલાઇન્સ જેટ એરવેઝમાં કહેવાતી ગેરરી‌િતઓ આચરવા બદલ નરેશ ગોયલ (Naresh Goyal) ને સમન્સ પાઠવ્યા છે. આ મામલાની તપાસ ફેબ્રુઆરીમાં પૂરી થઇ હતી અને તેનો રિપોર્ટ ઇન્કમટેક્સની એસેસમેન્ટ વિંગને મોકલી દીધો હતો. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઇન્વેસ્ટિગેશન વિંગને જેટ એરવેઝ અને તેની દુબઇ સ્થિત ગ્રૂપ કંપનીઓ વચ્ચે થયેલા ટ્રાન્ઝેક્શનમાં મોટા પાયે ગેરરીતિઓ થઇ હોવાનું જણાયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ