Team VTV12:37 PM, 08 Feb 23
| Updated: 12:49 PM, 08 Feb 23
સુરતના ઉદ્યોગપતિ ઉમર જનરલના ઘરે આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. ઉદ્યોગપતિના ઠેકાણાઓ પર આજે ત્રીજા દિવસે પણ તપાસ યથાવત્ છે. IT વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
સુરતમાં ઉદ્યોગપતિના ઘરે સતત ત્રીજા દિવસે ITના દરોડા
IT વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો
ટેક્સટાઇલના ધંધામાં મોટાભાગે રોકડ વ્યવહાર કર્યાંનું આવ્યું સામે
સુરત શહેરના ગોરાટ રોડ પર રહેતા ઉદ્યોગપતિ ઉમર જનરલના નિવાસ સ્થાને આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. આજે સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
મોટાપાયે રોડડ વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યું
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ટીમ દ્વારા જનરલ ગ્રુપની રિંગરોડ પર આવેલી ઓફિસ, માંડવીની ફેકટરી, ઉપરાંત સ્ટાફના કેટલાંક કર્મચારીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. જેમાં ટેક્સટાઇલના બિઝનેસમાં મોટાપાયે રોકડ વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓ હવાલા એન્ગલની પણ તપાસ કરી રહ્યા છે. ઓફિસ અને બેંકના લોકર ચેક કરવામાં આવ્યા હતા, પરંતુ ઘરના લોકરમાંથી કંઇ ખાસ મળી આવ્યુ નથી.
ટર્નઓવરમાં મોટાભાગે ટેક્સટાઈલના વ્યવહારો
એવી પણ વિગતો સામે આવી છે કે, ઉદ્યોગપતિ ઉંમર જનરલે ટેક્સટાઇલના ધંધામાં મોટાભાગે રોકડ વ્યવહાર કર્યાં છે. રૂપિયા 300 કરોડના ગ્રુપના ટર્નઓવરમાં મોટાભાગે ટેક્સટાઇલના વ્યવહારો છે. જેમાં નિકાસ મુખ્ય છે. આ સાથે જ ગ્રુપ દ્વારા લોકલ માર્કેટમાં પણ માલ સપ્યાલ કરવામાં આવે છે. તો કેટલીક બ્રાન્ડના કપડાં પણ મેન્યુફેકચરિંગ થાય છે.
લકઝુરિયસ કારનો કાફલો જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા
મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલનો બંગલો એટલો આલિશાન છે કે તપાસ ટીમને 22થી વધુ રૂમ ચેક કરવામાં જ દોઢ દિવસ લાગ્યા છે. તો જ્યારે અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમના પાર્કિંગમાં હાજર 12 જેટલી લકઝુરિયસ ગાડીઓનો કાફલો જોઈ ચોંકી ગયા હતા. હાલ અધિકારીઓ આ લકઝુરિયસ કારની ખરીદીની વિગતો પણ ચકાસી રહ્યા છે.