5 વર્ષથી VTV NEWSના એડિટર પદે ફરજ નિભાવી રહ્યા હતા
VTVના એડિટર ઈસુદાન ગઢવીએ VTVમાંથી વિદાય લીધી છે. ઈસુદાન ગઢવીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ છેલ્લા 5 વર્ષથી VTV NEWSના એડિટર પદે ફરજ નિભાવનાર ઇસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ મહામંથનથી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. તેઓ છેલ્લા 16 વર્ષી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. હવે તેઓ પત્રકારત્વની પોતાની 16 વર્ષની કારકિર્દી છોડીને હવે નવા લક્ષ્યાંકો તરફ આગેકુચ કરવા જઈ રહ્યા છે.
નવા આયોજન અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે
પત્રકારત્વ ક્ષેત્રે લાંબા સમયગાળા સુધી યોગદાન આપનારા ઇસુદાન ગઢવી હવે પોતાના નવા આયોજન અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. તો આ તરફ ઇસુદાન ગઢવીએ મીડિયા ક્ષેત્રમાંથી વિદાઈ લેતા હેંમત ગોલાણીની ચેનલના નવા એડિટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. હેંમત ગોલાણી પણ છેલ્લા 17 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેઓ અત્યાર સુધી ચેનલના એસોસિએટ પદ પર કાર્યભાર સંભાળી રહ્યા હતા.
VTVના કાર્યક્રમ મહામંથનથી ખુબ લોકપ્રિયતા હાંસલ કરનાર ઇસુદાન ગઢવી ટૂંક સમયમાં પોતાના કેરિયર અંગેની આગળની રણનીતિ જાહેર કરશે.