isudan gadhvi attacks on cr patil after vijay suvada and mahesh savani leaves aap
VIDEO /
...તો હું પણ રાજકારણ છોડી દઇશ: જુઓ કેમ ભાવુક થઈ ગયા ઈસુદાન ગઢવી
Team VTV01:15 PM, 18 Jan 22
| Updated: 08:24 PM, 18 Jan 22
ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ મુદ્દે ઈસુદાન ગઢવીએ ભાજપ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
વિજય સુવાળા અને મહેશ સવાણીએ રાજીનામા આપતા હડકંપ
અમારા નેતાઓને ડરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે
મને પણ દારૂના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યોઃ ઇસુદાન
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની અંદર જોરદાર ભડકો થયો છે. એક જ દિવસમાં ત્રણ ત્રણ દિગ્ગજ નેતાઓના રાજીનામાંથી રાજકારણ ગરમાયું છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા આધિકારિક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે અને આ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા.
ઈસુદાન ગઢવીએ કહ્યું કે અમારી લડાઈ બીજી આઝાદી અને સ્વરાજની છે, અમે માત્ર કામની રાજનીતિ જ કરીએ છીએ અને અમને રાજનીતિ આવડતી પણ નથી. મારા પર ખરાબ અને ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈસુદાન ગઢવી રડી પડ્યા હતા.
પાટીલ લખીને રાખજો...: ગઢવી
ઈસુદાન ગઢવીએ કહ્યું કે તમે મારા પર ED અને IT ન પહોંચાડી શક્યા એટલે ખોટા કેસ કર્યા. હું મા મોગલના સોગંધ ખાઈને કહું છું કે મેં દારૂ નહોતો પીધો. ભાજપને હું કહું છું કે તમારાથી થાય તેટલી કોશિસ કરી લેજો. પાટીલ લખીને રાખજો ગુજરાતની જનતા સહાનુભૂતિથી અમને મત આપશે.
કુદરતથી ડરો, આટલું કરી બતાવો તો હું રાજકારણ છોડી દઇશ: ગઢવી
ઈસુદાન ગઢવીએ કહ્યું કે અમે મરીશું ત્યાં સુધી લડીશું અને બીજા લોકોને અમે જોડીશું. AAP ક્યારેય તૂટે નહીં, અમે તો ક્રાંતિ કરવા માટે આવ્યા છીએ. હું તો એમ કહું છું કે ભાજપ અમારા જેવી પાંચ પોલિસીઑ કરવામાં આવે તો હું રાજનીતિ છોડવા માટે તૈયાર છું. મારે પાટીલ ભાઉથી કહેવું છે કે કુદરતથી ડરો, સિકંદર પણ ખાલી હાથે ગયો હતો.
B ટીમ હોવા પર જવાબ
કોંગ્રેસના આરોપ પર ઈસુદાન ગઢવીએ કહ્યું કે જો અમે B ટીમ હોત તો અમારા પર આવા ખરાબ આરોપ ન લગાવ્યા હોત. અમારી પાસે સત્તા અને પૈસા નથી માત્ર સત્ય છે.
ઈટાલિયા સાથે વિવાદ હોવા પર જવાબ
ઈસુદાન ગઢવીએ ગોપાલ ઈટાલિયા સાથે વિખવાદ હોવાના આરોપ પર જવાબ આપતા કહ્યું કે આવા કોઈ વિવાદ નથી. મારી પાસે છે શું કે વિવાદ થાય? વિવાદ તો એમની અંદર થાય છે. પાટીલને વિજય રૂપાણી સાથે નહોતું ફાવતું એટલે એમને બેસાડી દીધા.
ટાઈગર અભી જિંદા હૈ
ઈસુદાન ગઢવીએ ફરીથી ડાયલોગ બોલતા કહ્યું કે ટાઈગર અભી જિંદા હૈ, અમે હવે બમણા જોરથી લડીશું. આપમાં આગ છે ગુજરાતની જનતા માટે લડવાની.