ISRO to launch its Venus mission in 2025, France to take part: French space agency
સ્પેસ પ્રોગ્રામ /
ચંદ્ર અને મંગળ બાદ હવે શુક્ર ઉપર ISROની નજર, સૌપ્રથમ વખત આ દેશ સાથે ભાગીદારી કરશે
Team VTV07:46 PM, 01 Oct 20
| Updated: 07:48 PM, 01 Oct 20
ISRO ચેરમેન કે સિવન અને ફ્રાન્સની CNESના પ્રમુખે ભેગા મળીને 2025માં શુક્ર ગ્રહની અવકાશયાત્રાનું મિશન ગોઠવ્યું છે.
CNES (National Centre for Space Studies) ફ્રાન્સ અને ભારતનું ISRO 2025માં શુક્રની ગ્રહની અવકાશયાત્રા માટે મિશન ગોઠવ્યું છે. ફ્રાન્સ પહેલી વખત ભારત સાથે પાર્ટનરશિપ કરી રહ્યું છે. ભારત ફ્રેન્ચ પે લોડ લઇ જશે અને તેને તરતા મુકશે.
ફ્રાંસના અવકાશ સંશોધન કેન્દ્રનું હેડ ક્વાર્ટર
મંગળયાન, ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2 પછી ISRO હવે શુક્ર ગ્રહ ઉપર નજર રાખી રહ્યું છે અને સૌરમંડળમાં એક વિશિષ્ટ મિશન શરુ કરવા જઈ રહ્યું છે.
ભારત અને ફ્રાન્સ બંને અવકાશ ક્ષેત્રે મજબૂત નેટવર્ક ધરાવે છે. ફ્રાન્સ, અમેરિકા અને રશિયા આ ત્રણ જ દેશો છે જેની સાથે ભારતે ન્યુક્લિયર, સ્પેસ અને ડિફેન્સ એમ ત્રણ સ્ટ્રેટેજિક સેક્ટર્સમાં કોલાબરેશન કર્યું છે.
ભારત અને ફ્રાન્સ ISROના હ્યુમન સ્પેસ મિશન 'ગગનયાન' પ્રોજેક્ટમાં પણ યોગદાન આપે તેવી શક્યતા છે. ગગનયાન 2022માં 3 ભારતીયોને અવકાશમાં મોકલવાની યોજના ધરાવે છે.