isro to allow startups private firms to build rockets and satellites provide launch services
ફેરફાર /
ISROની મોટી જાહેરાત, હવે ભારતમાં પ્રાઈવેટ કંપની પણ બનાવી શકશે રોકેટ અને સેટેલાઈટ
Team VTV02:07 PM, 25 Jun 20
| Updated: 02:09 PM, 25 Jun 20
આવનારા કેટલાક દિવસોમાં ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રમાં મોટા ફેરફાર આવી શકે છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ISROએ જાહેરાત કરી છે કે હવે પ્રાઈવેટ કંપનીઓ પણ રોકેટ અને સેટેલાઈટ બનાવી શકે છે. ISROના ચેરમેન સિવને કહ્યું કે હવે સ્પેસ સેક્ટરને પ્રાઈવેટ કંપનીઓ માટે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નાસાએ પહેલીવાર પ્રાઈવેટ કંપની સ્પેસએક્સના અંતરિક્ષયાનથી 2 લોકોને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે.
ISROની મોટી જાહેરાત
હવે ભારતમાં પ્રાઈવેટ કંપની પણ બનાવી શકશે રોકેટ અને સેટેલાઈટ
વધશે રોજગારીના અવસર, કેબિનેટે આપી મંજૂરી
ISROનું કામ પણ ચાલુ રહેશે
ઈસરોના પ્રમુખ કે. સિવને ગુરુવારે કહ્યું કે પ્રાઈવેટ ક્ષેત્ર પણ હવે રોકેટ અને સેટેલાઈટ બનાવવા અને પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવા જેવી અંતરિક્ષ ગતિવિધિઓની પરમિશન મળશે. તેઓએ કહ્યું કે પ્રાઈવેટ ક્ષેત્ર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને આંતરરાષ્ટ્રિય મિશનનો પણ ભાગ બની શકે છે. જો કે સિવને કહ્યું કે ઈસરોની ગતિવિધીઓ પર તેનો કોઈ પ્રભાવ પડશે નહીં. ઈસરોની તરફથી શોધ અને વિકાસના કામ સતત થતા રહેશે.
વધશે રોજગારની સંભાવના
ઉલ્લેખનીય છે કે છેલ્લા અનેક વર્ષોથી પ્રાઈવેટ કંપનીઓ ISROને કંપોનેટ્સ અને અન્ય સામાન પૂરો પાડે છે. સિવને કહ્યું કે અંતરિક્ષ અનુસંધાનના ક્ષેત્રમાં હવે રોજગારની સંભાવનાઓ વધશે. આ સિવાય આ સેક્ટરમાં ગ્રોથની શક્યતા પણ સારી છે. અમેરિકા, યૂરોપ અને ચીનના અનેક દેશોમાં અંતરિક્ષને લઈને થઈ રહેલા અનુસંધાનમાં પહેલાંથી જ પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી રહી છે.
Boosting private participation in Space activities: Govt. to provide predictable policy and regulatory environment to private players#AatmaNirbharEconomy in Space Sector pic.twitter.com/JnOLwn2nut
ઉલ્લેખનીય છે કે બુધવારે કેબિનેટે અંતરિક્ષ સાથે જોડાયેલી ગતિવિધિમાં પ્રાઈવેટ ક્ષેત્રની ભાગીદારીને મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાણકારી આપતાં કહ્યું કે તેનાથી ફક્ત આ ક્ષેત્રમાં વધારો થશે પણ સાથે ભારતીય ઉદ્યોગ વિશ્વની અંતરિક્ષ અર્થવ્યવસ્થામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી શકશે. તેની સાથે પ્રાદ્યોગિકીના ક્ષેત્રમાં મોટા પાયા પર રોજગારની સંભાવના છે અને ભારત એક ગ્લોબલ ટેકનીક પાવર હાઉસ બની રહ્યું છે.