બ્રેકિંગ ન્યુઝ
VTV / isro recruitment 2021 sarkari naukri 2021 apply for junior translator posts
Arohi
Last Updated: 04:12 PM, 8 November 2021
ADVERTISEMENT
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના જૂનિયર ટ્રાન્સલેશન ઓફિસરના પદો પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી રહી છે. અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવાર ઓફિશયલ વેબસાઈટ isro.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવા માટે જરૂરી શરતો અને અન્ય જાણકારીઓ મેળવવા માટે કેન્ડિડેટ્સને વેબસાઈટ પર જાહેર નોટિફિકેશન ચેક કરવાની રહેશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર, 2021 છે.
ADVERTISEMENT
ઓફિશ્યલ વેબસાઈટ પર જઈને કરો અરજી
આવેદન કરવા માટેની વયમર્યાદા 18થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમરની ગણતરી 20 નવેમ્બર, 2021ના આધાર પર થશે. કેટેગરીના અનુસાર આયુસીમામાં નિર્ધારિત છૂટ પણ મળશે. અરજી કરવા માટે ઓફિશ્યલ વેબસાઈટ isro.gov.in પર જઈને એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ ફીની ચુકવણી નેટ બેન્કિંગ અથવા ડેબિટ અથવા ક્રેડિચ કાર્ડના માધ્યમથી કરવાની રહેશે. ઓફલાઈન ચાલાનના માધ્યમથી ફી ભરવાની રહેશે.
ઉમેદવારે આપવી પડશે લેખિત પરીક્ષા
જ્યુનિયર ટ્રાન્સલેશન ઓફિસર ભરતી કરવા માટે 250 રૂપિયાના ફી જમા કરવાની રહેશે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને એક સ્કિલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. ઉમેદવારોને એક 2 કલાકની લેખિત પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારોને ઓછામાં ઓછા 60 ટકા સ્કોર કરવાનો રહેશે. છેલ્લા પસંદગી પામેલા ઉમેદવારને 1,12,400 સુધાના માસિક વેતન પર નોકરી આપવામાં આવશે. વિસ્તૃત નોટિફિકેશનમાં અન્ય ડિટેલ વિશે જાણકારી મેળવી શકો છો.
વધુ જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.