બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / ISRO gaganyaan project chandrayaan indian air force pilot selected india space agency

ગગનયાન પ્રોજેક્ટ / વાયુસેનાનાં 10 પાયલટની પસંદગી, ભારતીય અંતરિક્ષયાત્રીઓની પસંદગીનું પ્રથમ ચરણ પૂર્ણ

Dhruv

Last Updated: 11:07 AM, 9 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર ચંદ્ર જ નહીં, સંપૂર્ણ અંતરિક્ષ અમારું છે, જેથી ચંદ્રયાન-2 મિશન બાદ ઇસરો (ISRO) અને ભારતીય વાયુસેના (Indian Airforce) ગગનયાન (Gaganyaan) મિશનમાં લાગી ગયા છે. ગગનયાન ભારતનું મહત્વકાંક્ષી મિશન છે. જેમાં ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં સાત દિવસની યાત્રા માટે મોકલવાનાં છે. ભારતીય વાયુસેનાએ આ માટે 10 ટેસ્ટ પાયલટોની પસંદગી કરી છે. ભારતીય વાયુસેનાએ ભારતીય અંતરિક્ષયાત્રીઓની પસંદગીનું પ્રથમ ચરણ પૂર્ણ કરી લીધું છે.

indian air force

વાયુસેના દ્વારા પસંદ કરવામાં આવેલાં 10 ટેસ્ટ પાયલટોએ અનેક તપાસ પરથી પસાર થવું પડ્યું છે...
ભારતીય વાયુસેનાએ તાજેતરમાં જ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતીય વાયુસેના (indian air force) એ ભારતીય અંતરિક્ષયાત્રીનાં પસંદગીનું પ્રથમ ચરણ પૂર્ણ કરી લીધું છે. તમામ પસંદ કરાયેલા 10 ટેસ્ટ પાયલટોનાં સ્વાસ્થ્યની ઇન્સ્ટીટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિનમાં તપાસ કરવામાં આવી છે. આ તમામ કઠણ શારીરિક ટેસ્ટ, પ્રયોગશાળા તપાસ, રેડિયોલોજિકલ ટેસ્ટ, ક્લીનિકલ ટેસ્ટ અને મનોવૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી. જેમાં આ તમામ 10 પાયલટ સફળતાપૂર્વક પાસ થઇ ચૂક્યાં છે.

ભારતીય વાયુસેનાએ શરૂઆતમાં કુલ 25 પાયલટો (pilot) ની પસંદગી કરી હતી. જેમાંથી પ્રથમ ચરણ માત્ર 10 પાયલટ જ પાર કરી શક્યાં. 2022માં ઇસરો અંતરિક્ષમાં ત્રણ ભારતીયોને મોકલાશે. ઇસરો અને ભારતીય વાયુસેના આ પ્રોજેક્ટમાં સાથે મળીને કામ કરી રહ્યાં છે. વાયુસેના પોતાનાં પાયલટોમાંથી પસંદગી કરીને ત્રણ અંતરિક્ષયાત્રી ઇસરોને આપશે. ત્યાર બાદ તેમને ઇસરો તેમણે ટ્રેનિંગ આપશે.

એવાં પણ સમાચાર સામે આવ્યાં કે, પાયલટોની ટ્રેનિંગમાં રશિયા પણ ભારતની મદદ કરી શકે છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ પાયલટોને નવેમ્બર બાદ રશિયા મોકલી શકાય છે. દેશનાં પ્રથમ અંતરિક્ષયાત્રી રાકેશ શર્મા 2જી એપ્રિલ 1984માં રશિયાનાં સોયૂજ ટી-11માં બેસીને અંતરિક્ષ યાત્રા પર ગયા હતાં. રાકેશ શર્મા પણ ભારતીય વાયુસેનાં પાયલટ હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ