isro first mission in 2021 new satellite to carry bhagavad gita pm modi photo
સિદ્ધિ /
ISROએ સ્થાપ્યો નવો કિર્તીમાન : અવકાશમાં મોકલી આ બે ચીજ, જાણીને ગર્વ થશે
Team VTV12:53 PM, 28 Feb 21
| Updated: 01:14 PM, 28 Feb 21
ISROએ આજે નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. ઇસરોએ રવિવારે શ્રી હરિકોટાના સ્પેસ સેન્ટર પરથી વર્ષનું પહેલું રોકેટ અંતરિક્ષમાં જવા રવાના કર્યું.
ISROનો નવો કિર્તીમાન
શ્રી હરિકોટાના સ્પેસ સેન્ટર પરથી મોકલ્યું રોકેટ
PM મોદીનો ફોટો અને ભગવદ ગીતા મોકલવામાં આવ્યા
આ રોકેટ 28 ફેબ્રુઆરીએ સવારે 10.24 વાગ્યે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર (એસડીએસસી) લોંચ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં, બ્રાઝિલના મુખ્ય ઉપગ્રહ એમેઝોનીયા સિવાય, અન્ય 18 ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. તો આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો અને ભગવદ ગીતા પણ અવકાશમાં મોકલવામાં આવ્યા છે.
#WATCH ISRO's PSLV-C51 carrying Amazonia-1 and 18 other satellites lifts off from Satish Dhawan Space Centre, Sriharikota pic.twitter.com/jtyQUYi1O0
ઇસરોએ એક નિવેદનમાં જણાવ્યું કે, PSLV-C51, PSLVનું 53મું મિશન છે. આ રૉકેટ દ્વારા PSLVથી બ્રાઝિલના અમેઝોનિયા-1ને લોન્ચ કરવામાં આવ્યો. અમેઝોનિયા-1 સાથે અન્ય 18 સેટેલાઈટ પણ સતિશ ધવન સ્પેશ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. PSLV(પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ) C51/અમેઝોનિયા-1 ઇસરોની NSILનું પ્રથમ ડેડિકેટેડ કોમર્શિયલ મિશન છે.
અમેઝોનિયા-1એ આપ્યું નિવેદન
અમેઝોનિયા-1 અંગેના નિવેદનમાં જણાવ્યું કે, આ ઉપગ્રહ અમેઝન ક્ષેત્રમાં જંગલો કાપણીની દેખરેખ અને બ્રાઝીલના વિસ્તારમાં વિવિધ કૃષિ વિશ્લેષણ માટે ઉપયોગકર્તાઓને રિમોટ સેન્સિંગ આંકડાઓ ઉપલબ્ધ કરાવશે અને હાલના માળખાને મજબૂત બનાવશે.