બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગગનયાન મિશન ક્યારે થશે લોન્ચ? ISRO ચીફે સમયનું કર્યું એલાન, ચંદ્રયાન 4 પર આપ્યું મોટું અપડેટ

અવકાશ / ગગનયાન મિશન ક્યારે થશે લોન્ચ? ISRO ચીફે સમયનું કર્યું એલાન, ચંદ્રયાન 4 પર આપ્યું મોટું અપડેટ

Last Updated: 07:12 AM, 3 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇસરોના પ્રમુખ એસ સોમનાથે ગગનયાન મિશનને લઈને મોટા સમાચાર આપ્યા છે. કહ્યું કે આગામી વર્ષની શરૂઆતથી ટેસ્ટિંગ લોન્ચિંગ શરૂ થાઈ જશે. સોમનાથે ચંદ્રયાન-4 વિશે પણ મહત્ત્વપૂર્ણ માહિતી આપી.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ઇતિહાસ રચ્યો હતો. આવું કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. સાથે જ ભારત ચંદ્ર પર માનવરહિત અવકાશયાન લેન્ડ કરનાર વિશ્વનો ચોથો દેશ છે. ચંદ્રયાન-3 પછી ઇસરો આગામી વર્ષોમાં અવકાશ ક્ષેત્રમાં ઘણા મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. તેમાં ચંદ્રયાન-4 અને અંતરિક્ષ સ્પેસ સ્ટેશનની સાથે ગગનયાન મિશન પણ છે. ઇસરોના પ્રમુખ એસ સોમનાથે સોમવારે ભારતના ગગનયાન મિશન અંગે સારા સમાચાર આપ્યા છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે દેશનું પ્રથમ માનવસહિત અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાન 2026 ના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે.

એસ સોમનાથે જણાવ્યું કે ગગનયાન મિશન હેઠળ રોકેટની પ્રથમ માનવરહિત પરીક્ષણ ઉડાન આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થઈ જશે. જણાવી દઈએ કે ગગનયાન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ત્રણ દિવસના મિશન માટે અવકાશયાત્રીઓને પૃથ્વીથી 400 કિલોમીટર ઉપરની ભ્રમણકક્ષામાં મોકલીને ભારતની માનવ અવકાશ ઉડાન ક્ષમતાનું પ્રદર્શન કરવાનો છે. આ પછી, તેમને સુરક્ષિત રીતે સમુદ્રમાં ઉતારીને પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. જો 90 અબજ રૂપિયાનો આ સ્વદેશી સ્પેસ પ્રોજેક્ટ સફળ થશે તો ભારત સોવિયત યુનિયન, અમેરિકા અને ચીન પછી અવકાશમાં માનવ મોકલનાર ચોથો દેશ બની જશે.

ગગનયાન પર સારા સમાચાર

આઈઆઈટી-ગુવાહાટી ખાતે એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા એસ સોમનાથે કહ્યું, "અમે છેલ્લા ચાર વર્ષથી ગગનયાન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. અમારું રોકેટ સંપૂર્ણ રીતે તૈયાર છે. આવતા વર્ષની શરૂઆતમાં ટેસ્ટિંગ લોન્ચિંગ શરૂ થઈ જશે. અમે તે આ વર્ષે ડિસેમ્બરમાં કરવા ઈચ્છતા હતા, પરંતુ તકનીકી મુશ્કેલીઓના કારણે શેડ્યૂલને આગળ ધપાવવામાં આવી રહ્યું છે."

ઇસરોના અધ્યક્ષે જણાવ્યું કે 2026ના અંતમાં ચાલકદળની ઉડાન પહેલા વધુ ત્રણ લોન્ચ કરવામાં આવશે. "પ્રથમ પ્રક્ષેપણ હેઠળ, અમે અવકાશયાન સાથે વ્યોમિત્ર નામના રોબોટને મોકલીશું. આ પ્રક્ષેપણ આવતા વર્ષની શરૂઆતમાં થશે. તે પછી અમે આ જ પ્રકારના વધુ બે પ્રક્ષેપણ કરીશું. એકવાર ત્રણેય પ્રક્ષેપણ સફળ થઈ જશે, તો અમે ફાઇનલ મિશન લોન્ચ કરીશું. તમામ અવકાશયાત્રીઓ તૈયાર છે અમારું લક્ષ્ય 2026ના અંત સુધીમાં ગગનયાન લોન્ચ કરવાનું છે."

PROMOTIONAL 12

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી હતી, જે માનવ અવકાશ ઉડાન મિશન માટે તાલીમ લઈ રહ્યા છે. ગગનયાન મિશન હેઠળ ઉડાન ભરનારા મુસાફરોમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે.

આ પણ વાંચો: ઠંડીનો ચમકારો આવી રહ્યો છે..ઉત્તરમાં પડશે ભારે બરફવર્ષા, તાપમાન ગગડે તેવી ભવિષ્યવાણી

ચંદ્રયાન-4 વિશે અપડેટ પણ આપ્યું

સોમનાથે ચંદ્રયાન 4 પર પણ વાત કરી. તેમણે કહ્યું, "કેન્દ્ર સરકારે ચંદ્રયાન 4 માટે તેની મંજૂરી આપી દીધી છે. ચંદ્રયાન-4 એ જ પોઇન્ટ પર જશે જ્યાં ચંદ્રયાન-3નું રોવર છે. અમે જોઈશું કે આપણે ત્યાં કેવી રીતે જઈ શકીએ, આ મિશનના કેટલાક નમૂનાઓ પૃથ્વી પર પાછા લાવી શકીએ. આ મિશનના બે કામો હશે, એક - નમૂના પાછા લાવવાનું અને બીજું ચંદ્ર પર જઈને પાછા આવવું." તેમણે વધુમાં કહ્યું, "પરંતુ કમનસીબે અમારી પાસે આ માટે કોઈ રોકેટ નથી. ચંદ્ર પર જનારા ઉપગ્રહનું દળ ઘણું વધારે છે. ચંદ્ર પર જતા પહેલા આપણે બે પ્રક્ષેપણ કરવા પડશે, આ અંતર્ગત બે ઉપગ્રહોને અવકાશમાં એકબીજા સાથે જોડાવામાં આવશે." સોમનાથે વધુમાં જણાવ્યું કે ભારત આ પ્રકારનું મિશન પ્રથમ વખત હાથ ધરશે. તેમણે કહ્યું, "આ પહેલાં કોઈએ આવું કંઈ કર્યું નથી... તેથી, આશા છે અમે આટલું જટિલ કંઈક કરનારો પહેલો દેશ બનીશું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપGaganyaan

સંકળાયેલા મુદ્દાઓ

ISRO Gaganyaan Chandrayaan 4 Mission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ