બ્રેકિંગ ન્યુઝ
VTV / isro-breakthrough-free-space-quantum-communication-science
Nirav
Last Updated: 11:31 PM, 22 March 2021
ADVERTISEMENT
નોંધનીય છે કે ISRO એ 300 મીટરના અંતર સુધી ફ્રી સ્પેસ ક્વોન્ટમ કોમ્યુનિકેશનનું સફળ પરીક્ષણ કર્યું છે, અર્થાત ISRO એ ફોટૉન્સની મદદથી સંદેશાને પ્રસારિત કરવાની મહારત હાસિલ કરી લીધી છે. આ તકનીકને ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન પણ કહે છે. આમાં કોઈ પણન મેસેજ, ચિત્ર અથવા વિડીયોને પ્રકાશના કણો એટલે કે ફોટૉન્સમાં નાખવામાં આવે છે, અને તેને એક વિશેષ પ્રકારના ટ્રાન્સમીટરની મદદથી પ્રસારિત કરવામાં આવે છે, અને તેના માટે ખાસ પ્રકારના રિસીવરની જરૂર પડતી હોય છે.
ADVERTISEMENT
ISRO એ અપગ્રેડ કરી NAVIC સિસ્ટમ
મહત્વનું છે કે ISRO એ સ્વદેશી ટેકનોલોજીની મદદથી NAVIC રિસીવરને અપગ્રેડ કર્યું જેથી કરીને તે ફ્રી સ્પેસ ક્વોન્ટમ કોમ્યુનિકેશનને પ્રદર્શિત કરી શકે, જો ISRO આ ટૅક્નિકને વધુ વિકસિત કરવામાં કામિયાબ નીવડે છે તો પછી અંતરીક્ષથી મોકલવામાં આવનાર સંદેશાઓ ખૂબ જ ટૂંકા ગાળામાં મેળવી શકાશે અને પોતાના સેટેલાઈટ દ્વારા તેને ખૂબ જ ત્વરિત પણે હાસિલ પણ કરી શકાશે, નોંધનીય છે કે આ સંદેશાઓને કોઈ પણ દેશ કે હેકર પણ હેક નહીં કરી શકશે.
ISRO એ આ ટેકનોલોજીની મદદથી વિડીયો કોન્ફરન્સિંગ કરી છે, અર્થાત સામાન્ય એન્ક્રિપ્ટેડ મેસેજિસની તુલનામાં મોકલવામાં આવનારા સંદેશાઓ કરતાં આ મેસેજ વધુ સુરક્ષિત હશે, અને આ ભવિષ્યની ટેકનોલોજી છે, આને ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી કહે છે. આ મેસેજ ટેકનોલોજી સામાન્ય ઇન્ટરનેટના સંદેશાઓની તુલનામાં ક્યાંય વધુ ઝડપી અને સુરક્ષિતન હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.