બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:40 PM, 13 June 2025
Recep Tayyip Erdogan on Israel : ઇઝરાયલ દ્વારા ઇઝરાયલ પર એક પછી એક કરવામાં આવેલા ઘાતક હુમલાઓને કારણે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈય્યપ એર્દોગન ભયમાં છે. ઇઝરાયલે શુક્રવાર (13 જૂન 2025) ના રોજ વહેલી સવારે ઈરાનના પરમાણુ સ્થળ અને લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. જેમાં ઈરાનના ઘણા અગ્રણી લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકોનાં મોત નિપજ્યાં છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનએ આ હુમલાની નિંદા કરી અને તેને ઉશ્કેરણીજનક પગલું ગણાવ્યું હતું.
ADVERTISEMENT
'ઇઝરાયલ રોકો, નેતન્યાહૂ દુનિયાને બાળી રહ્યા છે'
એર્દોગને કહ્યું કે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આ પ્રદેશને વિનાશ તરફ દોરી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા તેમણે કહ્યું, "નેતન્યાહૂ અને તેમના નરસંહાર નેટવર્કના હુમલાઓ આપણા સમગ્ર પ્રદેશ અને વિશ્વને બાળી રહ્યા છે, તેમને રોકવા જોઈએ." તેમણે કહ્યું કે અમે પ્રદેશમાં વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.
ADVERTISEMENT
આ પણ વાંચો : બોઇંગ 787 નાં તમામ પ્લેનની થશે તપાસ, અમદાવાદ દુર્ઘટના બાદ સફાળુ જાગ્યું તંત્ર
ઘણું બધું થવાનું બાકી છે - ટ્રમ્પ
ADVERTISEMENT
અમેરિકન ન્યૂઝ ચેનલ એબીસીના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના હુમલાને સચોટ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે અમે ઇરાનને તક આપી હતી, પરંતુ તેઓએ તેનો લાભ લીધો નહીં. ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી હતી કે, ઘણું બધું થવાનું બાકી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઇરાનની અમેરિકા સાથે પરમાણુ કરાર કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે.
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન કેમ ડરી રહ્યા છે?
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને મદદ કરનારા તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન હવે તેમના ક્ષેત્રમાં યુદ્ધથી ડરી રહ્યા છે. તુર્કી પણ ડરી રહ્યા છે કારણ કે, અમેરિકા ઇઝરાયલ સાથે ઉભું છે. ઇરાનને ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું, "યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વમાં શ્રેષ્ઠ અને સૌથી ઘાતક લશ્કરી શસ્ત્રો બનાવે છે અને ઇઝરાયલ પાસે તેનો ભંડાર છે. આવનારા સમયમાં કંઈક મોટું પણ થઈ શકે છે."
ઇરાની પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમો અસ્તિત્વ માટે ખતરો
ADVERTISEMENT
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાની પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોને અસ્તિત્વ માટે ખતરો ગણાવ્યો. આ અંગે ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું. ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ ચેતવણી આપી હતી કે ઇઝરાયલને હુમલાઓ માટે કડક સજા ભોગવવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.