બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:14 PM, 13 June 2025
Iran-israel war LIVE : શુક્રવારે બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ પછીની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ પોતે X પર આ માહિતી પોસ્ટ કરી હતી.
ADVERTISEMENT
ઇરાન સાથે વધતા તણાવ વચ્ચે મહત્વની ચર્ચા
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ પછીની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ પોતે X પર આ માહિતી શેર કરી હતી.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ પોતે X પર પોસ્ટ કરી માહિતી આપી
વડાપ્રધાન મોદીએ એક X પર કરેલી પોસ્ટમાં કહ્યું કે, "મને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો હતો. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. મેં ભારતના પક્ષની ચિંતાઓ શેર કરી હતી અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાની વહેલી તકે પુનઃસ્થાપનાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો."
ADVERTISEMENT
ઈઝરાયલી હુમલામાં ઈરાનના 78 લોકો માર્યા ગયા
ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં આ ફોન કર્યો હતો. શુક્રવારે, ઈઝરાયલે ઈરાનના પરમાણુ સુવિધાઓ, મિસાઈલ ઉત્પાદન સ્થળો અને લશ્કરી કમાન્ડરોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. આમાં 78 લોકો માર્યા ગયા છે અને ત્રણથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 270 લોકોનાં મોત, મેડિકલ કોલેજે જાહેર કર્યો આંકડો
ઇઝરાયલે ઓપરેશન રાઇઝીંગ લાયન નામ આપ્યું
ADVERTISEMENT
ઈઝરાયલે આ ઓપરેશનને 'ઓપરેશન રાઇઝિંગ લાયન' નામ આપ્યું છે. વડાપ્રધાન નેતન્યાહૂએ તેને દેશના ઇતિહાસમાં નિર્ણાયક ક્ષણ ગણાવી અને કહ્યું કે, આ હુમલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમના કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યું છે.
עדכון חשוב >> pic.twitter.com/Ia0tTnkBs3
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) June 13, 2025
ADVERTISEMENT
ભારતે પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી છે
ભારતે પહેલેથી જ આ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારત આ વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને બંને દેશોને પરિસ્થિતિને વધુ ઉશ્કેરવાથી બચવા માટે અપીલ કરી છે.
નેતન્યાહુએ અનેક દેશો સાથે ચર્ચા કરી
નેતન્યાહૂએ આ તણાવ વચ્ચે ઘણા વિશ્વ નેતાઓ સાથે વાત કરી, જેમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો સમાવેશ થાય છે.
Received a phone call from PM @netanyahu of Israel. He briefed me on the evolving situation. I shared India's concerns and emphasized the need for early restoration of peace and stability in the region.
— Narendra Modi (@narendramodi) June 13, 2025
ડોનાલ્ડ ટ્રમ્પ પણ વચ્ચે કુદ્યા
આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, અમેરિકા વિશ્વના સૌથી ઘાતક શસ્ત્રો બનાવે છે અને ઇઝરાયલ પાસે તેમાંથી ઘણા છે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાનને હજુ પણ સમાધાન કરવાની બીજી તક મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.