israeli cargo ship reported hit iran navy missile tanzania india arabian sea gujarat
હુમલો /
તાંઝાનિયાથી ભારત આવી રહેલા ઇઝરાયલના જહાજ પર મિસાઇલથી હુમલો, જહાજ પહોંચ્યું ગુજરાત
Team VTV08:17 AM, 27 Mar 21
| Updated: 08:24 AM, 27 Mar 21
તંઝાનિયાથી ભારત આવી રહેલા ઇઝરાયલના એક જહાજ પર અરબ સાગરમાં મિસાઇલથી હુમલો થયો. તેવામાં આરોપ લાગ્યા છે કે આ મિસાઇલ ઈરાની સેનાએ છોડી છે. જોકે, આની પુષ્ટિ નથી થઇ શકી.
ગુજરાત પહોંચ્યું ઇઝરાયલનું જહાજ
અરબ સાગરમાં મિસાઇલ એટેકથી થયું નુકસાન
ઇઝરાયલે ઈરાન પર લગાવ્યો આરોપ
ગુરૂવારે થયેલા મિસાઇલ હુમલામાં જહાજને મોટું નુકસાન નથી પહોંચ્યું. હુમલામાં થયેલા નુકસાનની ઇઝરાયલી જહાજની કેટલીક ખાસ તસવીરો મળી છે. ઇઝરાયલી જહાજ ગુજરાતના મુંદ્રા બંદરગાહ પર પહોંચી ગયું છે.
એવા આરોપ છે કે આ મિસાઇલ ઈરાની સેનાએ છોડી છે. જોકે, આની પુષ્ટિ નથી થઇ શકી. મિસાઇલથી થયેલા હુમલા બાદ પણ જહાજને ખાસ નુકસાન નથી પહોંચ્યું અને આ જહાજ હવે ગુજરાતના મુંદ્રા બંદરગાહ પર પહોંચી ચૂક્યું છે.
ઇઝરાયલ અને ઈરાનના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે એક ઇઝરાયલી સુરક્ષા અધિકારીનું કહેવું છે કે અરબ સાગરમાં ઇઝરાયલના એક કાર્યો શિપ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે. આ અધિકારીનું કહેવું છે કે, આ જહાજ ઇઝરાયલનું હતું અને આ હુમલો ઇરાને કરાવ્યો છે. જોકે, સમગ્ર મામલે ભારતીય સુરક્ષા એજન્સીઓને પણ નજર છે.
સમાચાર એજન્સી રૉયટર્સના રિપોર્ટ અનુસાર, આ જહાજ તંજાનિયાથી ભારત આવી રહ્યું હતું. જોકે અરબ સાગરમાં થયેલા હુમલામાં જહાજને ખાસ નુકસાન નથી પહોંચ્યું અને આ પોતાની યાત્રાને યથાવત રાખવામાં સફળ રહ્યું અને ગુજરાત પહોંચી ગયું.
ચેનલ 12 ન્યૂઝના રિપોર્ટ અનસાર, પોર્ટ સિટી હાઈફામાં હાજર એક્સટી મેનેજમેન્ટ પાસે આ જહાજની માલિકી છે. રિપોર્ટ્સ અનુસાર, આ હુમલા બાદ જહાજ ઘણુ ધીમી ગતિથી ચાલી રહ્યું હતું, પરંતુ ત્રણ કલાક બાદ જહાજે પોતાની સામાન્ય ગતી પકડી લીધી હતી.