ભારતની સાથે મળીને ઈઝરાઈક કોરોનાની રેપિડ ટેસ્ટ કિટ વિકસાવી રહી છે. જે માટે ઈઝરાઈલની વૈજ્ઞાનિકની એક ટીમે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ટ્રાયલ શરુ કર્યુ છે. ટ્રાયલ સફળ થઈ રહ્યું છે. માત્ર 30 સેકન્ડમાં કોરોનાનો રિપોર્ટ આવી જશે. વૈજ્ઞાનિક તેનું મુલ્યાંકન કરી રહ્યા છે.
માત્ર 30 સેકન્ડમાં કોરોનાનો રિપોર્ટ આવી જશે
નવી ટેક્નીકના ટ્રાયલ 10 હજાર લોકો પર 2 વાર કરવામાં આવશે
વેન્ટિલેટર ઓપરેશન બ્રિથિંગ સ્પેસ અંતર્ગત ભારત પહોંચ્યા હતા
આ નવી ટેક્નીકના ટ્રાયલ 10 હજાર લોકો પર 2 વાર કરવામાં આવશે. પહેલી વાર ગોલ્ડ સ્ટૈન્ડર્ડ મોલિક્યુલર આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. આ બાદ ઈઝરાઈલી વૈજ્ઞાનિક આ ટેસ્ટની તપાસ કરશે. આ ઉપરાંત લેબમાં લેવાતા સેમ્પલ સંગ્રહથી અલગ આ ટેસ્ટમાં લોકોએ શ્વાસ નળી જેવા અંગેથી ઝટકો મારવો પડશે અથવા બોલવું પડશે. જે ટેસ્ટ માટે નમૂના મેળવવામાં મદદ કરશે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ટ્રાયલ સફળ થશે તો ફક્ત 30 સેકન્ડમાં કોરોનાનો રિપોર્ટ આવી જશે. એટલું જ નહીં ટેક્નિકલ વ્યવસાયો માટે સલામત માર્ગ બનાવી શકાશે. આ ટેક્નીકની સફળતા બાદ જ્યાં સુધી રસી તૈયાર નથી થતી ત્યાં સુધી લોકોએ કોરોના સાથે જીવવું પડશે.
સોમવારે ઈઝરાઈલથી સ્પેશિલ ફ્લાઈટમાં ડઝન જેટલા ખાસ વેન્ટિલેટર ઓપરેશન બ્રિથિંગ સ્પેસ અંતર્ગત ભારત પહોંચ્યા હતા. જ્યારે બન્ને દેશે સત્તાવાર રીતે કહ્યું છે કે બન્ને દેશના વૈજ્ઞાનિકોની ટીમ 30 સેકન્ડમાં કોરોના ટેસ્ટ માટેની ટેક્નીક વિકસાવી રહી છે. જે અંતિમ ચરણમાં છે.