બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / હમાસના હુમલાનો ઈઝરાયલે આપ્યો જડબાતોડ જવાબ, ગાઝા પર કરી એર સ્ટ્રાઈક, 35 લોકોના મોત

હુમલો / હમાસના હુમલાનો ઈઝરાયલે આપ્યો જડબાતોડ જવાબ, ગાઝા પર કરી એર સ્ટ્રાઈક, 35 લોકોના મોત

Last Updated: 10:33 AM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયેલે રફામાં હમાસનાં કેટલાક ઠેકાણાઓ પર રવિવારે હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયેલી સેનાએ આ હુમલામાં ઓછામાં ઓછા 35 ફિલીસ્તીની લોકોનાં મોત નિપજ્યા હતા અને કેટલાય લોકો ઘાયલ થયા હતા. ગાઝામાં હમાસ દ્વારા ચાલી રહેલા સ્વાસ્થ્ય મંત્રાલયનાં પ્રવક્તા અશરફ અલ કિદરાએ કહ્યું હતુ કે,હુમલામાં 34 લોકોનાં મૃત્યું થયા છે જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે. જેમાં મોટાભાગે મહિલાઓ તેમજ બાળકોનો સમાવેશ થાય છે.

ઈઝરાયેલે એક વખત હમાસનાં કેટલાક ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ફિલીસ્તાની સ્વાસ્થ્ય અને નાગરિકની સેવા આપતા અધિકારીએ દાવો કર્યો હતો કે ઈઝરાયેલની સેનાનાં આ હુમલા ઓછામાં ઓછા 35 ફિલસ્તીની નાગરિકો મૃત્યું પામ્યા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. હુમલા વિશે જાણકારી આપતા ફિલીસ્તીની સ્વાસ્થ્ય અને નાગરિક આપત્તિ સેવાનાં આધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણી ગાજા પટ્ટીનાં રાફા શહેરનાં એક વિસ્તારમાં ઈઝરાયેલી સેનાએ હવાઈ હુમલો કર્યો હતો. હવાઈ હુમલામાં 35 ફિલીસ્તીની નાગરિકોનાં મોત નિપજ્યા હતા અને કેટલાય લોકો ઘાયલ થયા હતા.

ખાનગી સૂચના મળ્યા બાદ હુમલો કર્યોઃ ઈઝરાયેલ

ઇઝરાયેલની સેનાએ કહ્યું કે તેની વાયુસેનાએ રફાહમાં હમાસના એક અડ્ડા પર હુમલો કર્યો અને આ હુમલો ચોક્કસ દારૂગોળો અને સચોટ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવ્યો.

ગાઝાના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાએ જણાવ્યું હતું કે હુમલામાં 35 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક અન્ય લોકો ઘાયલ થયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. આ હુમલો પશ્ચિમી રફાહના તેલ અલ-સુલતાન વિસ્તારમાં થયો હતો, જ્યાં હજારો લોકો આશ્રય લઈ રહ્યા હતા. કારણ કે શહેરના પૂર્વ વિસ્તારોમાંથી ઘણા લોકો ભાગી ગયા હતા, જ્યાં બે અઠવાડિયા પહેલા ઇઝરાયલી સુરક્ષા દળોએ જમીન પર હુમલો કર્યો હતો.રેડ ક્રોસની ઇન્ટરનેશનલ કમિટી કહે છે કે રફાહમાં તેઓ ચલાવતી ફિલ્ડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં જાનહાનિ આવી રહી છે, અને અન્ય હોસ્પિટલોમાં પણ ઘણા દર્દીઓ આવી રહ્યા છે.

તંબુ પર હુમલો

એજન્સીએ એક સ્થાનિકને ટાંકીને જણાવ્યું હતું કે હવાઈ હુમલામાં તંબુ બળી ગયા હતા, જે પીગળી રહ્યા હતા અને લોકોના શરીર પર પડી રહ્યા હતા. હમાસ અલ-કાસમ બ્રિગેડના એક નિવેદન અનુસાર, 'નાગરિકો વિરુદ્ધ નરસંહાર'ના જવાબમાં રોકેટ છોડવામાં આવ્યા હતા.

ઈઝરાયેલે અગાઉ કહ્યું હતું કે તે રફાહમાં હમાસના આતંકવાદીઓને ખતમ કરવા માંગે છે અને દાવો કર્યો હતો કે તે વિસ્તારમાં બંધક બનેલા તેના નાગરિકોને મુક્ત કરવા માંગે છે.

ઇઝરાયેલના યુદ્ધ કેબિનેટ મંત્રી બેની ગેન્ટ્ઝે કહ્યું, 'રફાહમાંથી છોડવામાં આવેલા રોકેટ સાબિત કરે છે કે (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ) એ દરેક એરિયામાં કામ કરવું જોઈએ જ્યાં હમાસ હજુ પણ નિયંત્રણમાં છે. આ દરમિયાન રક્ષા મંત્રી યોવ ગેલન્ટે રાફામાં ચાલી રહેલા ઓપરેશનનું નિરીક્ષણ કર્યું હતું.

ગેલન્ટના કાર્યાલયે જણાવ્યું હતું કે તેમને જમીનની ઉપર અને નીચે બંને સૈનિકોની કામગીરી અંગે તેમજ હમાસ બટાલિયનને ખતમ કરવાના હેતુથી વધારાના વિસ્તારોમાં સઘન કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી.

વધુ વાંચોઃ પાપુઆ ન્યુ ગિનીમાં ભયાનક ભૂસ્ખલનમાં 670 લોકોના મોત, સંયુક્ત રાષ્ટ્રની એજન્સીનું અનુમાન

રફામાં હુમલા રોકવા માંગ

આ પહેલા શુક્રવારે, યુએનની ટોચની અદાલતના ન્યાયાધીશોએ ઇઝરાયેલને દક્ષિણ ગાઝા શહેર રફાહ પર તેના લશ્કરી હુમલાને રોકવાનો આદેશ આપ્યો હતો. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે એક નિર્ણયમાં કહ્યું કે, 'માર્ચમાં કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલા કામચલાઉ પગલાં હવે સંપૂર્ણ રીતે ઘેરાયેલા પેલેસ્ટિનિયન પ્રદેશની સ્થિતિ માટે પૂરતા નથી અને પરિસ્થિતિ હવે નવા ઈમરજન્સી ઓર્ડરની વોરંટ આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Israel Hamas Palestinian civilians
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ