બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'આખું તહેરાન ખાલી કરો', ઈઝરાયેલ- ઈરાન વોર પર US પ્રેસિડન્ટ ટ્રમ્પની વોર્નિંગથી વર્લ્ડમાં હડકંપ
Last Updated: 09:08 AM, 17 June 2025
તેહરાનમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ગંભીર ચેતવણી આપી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું છે કે, "ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ. મેં આ વારંવાર કહ્યું છે! દરેક વ્યક્તિએ તાત્કાલિક તેહરાન ખાલી કરી દેવું જોઈએ!
ADVERTISEMENT
Trump now says everyone should immediately evacuate Tehran.
— Tayyy (@tayjoness) June 16, 2025
So much for no new wars. What a disappointment. pic.twitter.com/GgdK1qxAMi
ચાર દિવસથી ચાલી રહ્યો જંગ
ADVERTISEMENT
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ચોથા દિવસમાં પ્રવેશી ગયો છે. ઇઝરાયલે તેહરાનમાં ઈરાની રાજ્ય ટેલિવિઝનના મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો છે, જેનાથી શહેરમાં તણાવ વધુ વધી ગયો છે. ઇઝરાયલે તેહરાનના નાગરિકોને તાત્કાલિક લશ્કરી ઠેકાણા છોડી દેવાની ચેતવણી આપી છે. અગાઉ, 13 જૂને, ઇઝરાયલી સંરક્ષણ દળોએ ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યા હતા, જેના કારણે શહેરમાં વ્યાપક વિનાશ થયો હતો.
ADVERTISEMENT
ભારત તેના નાગરિકોને દેશ છોડી દેવાની આપી ચેતવણી
આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે નાગરિકોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે અને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે. ભારત સરકારે પણ તેના નાગરિકોને ગલ્ફ દેશોમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી છે અને ભારતીય નૌકાદળને દરિયાઈ માર્ગે સુરક્ષિત સ્થળાંતર માટે તૈયાર રહેવા કહ્યું છે. હાલમાં, તેહરાનમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને નાગરિકોની સલામતી સર્વોપરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.