બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'ખાલી કરી નાખો વિસ્તાર', ઇઝરાયલે લેબનોનના 22 ગામોને આપી ચેતવણી, પછી 10 મિનિટમાં કરી 3 એર સ્ટ્રાઈક
Last Updated: 07:58 AM, 13 October 2024
ઇઝરાયલી સેનાએ શનિવારે દક્ષિણ લેબેનોનના 22 ગામોને ખાલી કરાવવાનો આદેશ આપ્યો અને રહેવાસીઓને અવલી નદીની ઉત્તરે આવેલા વિસ્તારોમાં જવાનો આદેશ આપ્યો હતો. અવલી નદી પશ્ચિમી બેકા ખીણમાંથી ભૂમધ્ય સમુદ્રમાં વહે છે. આદેશમાં દક્ષિણ લેબનોનના એવા ગામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તાજેતરના ઇઝરાયલી હુમલાઓના નિશાન પર રહ્યા છે. આમાંના ઘણા વિસ્તારો પહેલેથી જ લગભગ ખાલી થઈ ચુક્યા છે.
ADVERTISEMENT
A number of martyrs and wounded, as a result of Israeli air strikes on Nabatieh, southern Lebanon, rubble removal operations are still ongoing. pic.twitter.com/eckxMeZlN8
— Anonymous Palestine 🇵🇸 (@YourAnonGaza27) October 13, 2024
ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે હિઝબુલ્લાહ દ્વારા વધતી ગતિવિધિઓને કારણે રહેવાસીઓની સલામતી માટે સ્થળાંતર જરૂરી હતું. આ સાથે જ ઇઝરાયલે આ વિસ્તારમાં માત્ર 10 મિનિટમાં 3 એર સ્ટ્રાઈક કરી છે.
ADVERTISEMENT
The Israeli occupations bombardment on Aita Al Shaab in southern Lebanon, tonight. pic.twitter.com/8vWyaGOxvJ
— Anonymous Palestine 🇵🇸 (@YourAnonGaza27) October 13, 2024
ઇઝરાયલી સૈન્યનો દાવો છે કે હિઝબુલ્લાહ આ જગ્યાઓનો ઉપયોગ શસ્ત્રો છુપાવવા અને ઇઝરાયલ પર હુમલા કરવા માટે કરી રહ્યું છે. બીજી તરફ, હિઝબુલ્લાહે નાગરિકો વચ્ચે તેના હથિયારો છુપાવ્યાનો ઇનકાર કર્યો છે. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ એક વર્ષ પહેલા શરૂ થયો હતો જ્યારે ઈરાન સમર્થિત જૂથે ગાઝા યુદ્ધની શરૂઆતમાં હમાસના સમર્થનમાં ઉત્તર ઇઝરાયલ પર રોકેટ છોડવાનું શરૂ કર્યું હતું.
લેબનોનથી રોકેટ હુમલા વધ્યા
છેલ્લા મહિનામાં આવી ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે. લેબનીઝ સરકારના જણાવ્યા અનુસાર, દક્ષિણ લેબનોન, બેકા ખીણ અને બેરુતના દક્ષિણ ઉપનગરોમાં તીવ્ર ઇઝરાયલી હુમલાઓને કારણે 23 સપ્ટેમ્બરથી લગભગ 1.2 મિલિયન લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે. માનવતાવાદી બાબતોના સંકલન માટે યુએન કાર્યાલયે શનિવારે જણાવ્યું કે 2006 માં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના છેલ્લા મોટા યુદ્ધ દરમિયાનની સરખામણીમાં હવે વધારે લેબનીઝ વિસ્થાપિત થયા છે, જ્યારે લગભગ 1 મિલિયન લોકો તેમના ઘર છોડીને ભાગી ગયા હતા.
આ પણ વાંચો: ઇઝરાયલે લીધો બદલો! ઈરાનમાં પરમાણું ઠેકાણાઓ પર સાયબર હુમલાથી હડકંપ
હિઝબુલ્લાહ કરી રહ્યું છે એમ્બ્યુલન્સનો ઉપયોગ
ઇઝરાયલી સૈન્યએ એવી ચેતવણી પણ આપી છે કે તે લેબનોનમાં એમ્બ્યુલન્સ સહિત 'સશસ્ત્ર લોકોને લઈ જતા કોઈપણ વાહન સામે પગલાં લેશે'. ઇઝરાયલની સેનાનો દાવો છે કે હિઝબુલ્લાહ હથિયારો અને આતંકવાદીઓના પરિવહન માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી રહી છે. કારણ કે ઇઝરાયલની સેનાએ લેબનોન અને ગાઝાના કેટલાક ભાગોના લોકોને ખાલી કરાવવાના આદેશ જારી કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT