બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:24 PM, 20 September 2024
ઇઝરાયલે એક પ્રસ્તાન મુક્યો હતો. જેમા ગાઝા પટ્ટીમાં લડાઇને પૂર્ણ કરવામાં આવશે અને હમાસના પ્રમુખને સુરક્ષિત રીતે બહાર નિકળવા માટે રસ્તો આપવામાં આવશે.
ADVERTISEMENT
ઇઝરાયલે યુદ્ધના સમાપ્તિની શરૂઆત કરી હતી. જેમાં ઇઝરાયલનું કહેવું છે કે જો તમામ બંધકોને એક સાથે છોડી મુકવામાં આવે, ગાઝાને નિરસ્ત કરી દેવામાં આવે તો સિન્વારને જવા દેવામાં આવશે. હાલમાં વોશિંગટનમાં ચર્ચા કરવામાં આવેલ પ્રસ્તાવમાં ગાઝા પટ્ટી માટે નવી વ્યવસ્થાની વાત કરવામાં આવી છે. બંધકોના સગાસંબંધીઓએ આ યોજનાની સરાહના કરી હતી. પરંતુ હમાસના અધિકારીઓએ આ પ્રસ્તાવને હાસ્યાસ્પદ ગણાવી નકાર્યો હતો.
ADVERTISEMENT
શાસકિય સત્તા
મળતી માહિતી મુજબ ઇઝરાયલે એક પ્રસ્તાવ રાખ્યો જેનાથી ગાઝામાં લડાઇ પૂર્ણ થઇ જાય અને હમાસના પ્રમુખને સુરક્ષિત રૂપે ત્યાથી બહાર નિકળવા માટેનો માર્ગ આપવામા આવશે. જેના બદલામાં ગાઝામાં બંઘક બનાવેલ તમામ લોકોને તુરંત છોડી દેવામાં આવે, પટ્ટીને સૈન્ય મુક્ત કરવામાં આવશે અને એક વૈકલ્પિક શાસકિય સત્તાની સ્થાપના કરવામાં આવશે.
આ પણ વાંચો: કેનેડામાં રોજગાર ગોતવો હવે અધરો! ટ્રુડો સરકારે આપ્યો ભારતીયોને ઝટકો, લાગુ થશે નવો નિયમ
હમાસ પોલિટબ્યુરોના સભ્ય ગાઝી હમાદે તરત જ દરખાસ્તને નકારી કાઢી હતી. અલ-અરબી અલ-જાદીદને કહ્યું સિન્વારની બહાર નીકળવાની દરખાસ્ત હાસ્યાસ્પદ છે અને વ્યવસાયની નાદારી તરફ નિર્દેશ કરે છે. આ આઠ મહિનાની વાટાઘાટો દરમિયાન જે બન્યું તેના પર કબજો કરનારાઓના ઇનકારની પુષ્ટિ કરે છે. ઇઝરાયેલની આડઅસરને કારણે વાટાઘાટો અટકી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.