બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ લાગુ પડ્યો, PM નેતન્યાહુએ કર્યું મોટું એલાન

વિશ્વ શાંતિનું પગલું / ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ લાગુ પડ્યો, PM નેતન્યાહુએ કર્યું મોટું એલાન

Last Updated: 04:14 PM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનું એલાન થયું છે.

વિશ્વ શાંતિની દિશામાં એક મોટું પગલું સામે આવ્યું છે. ઘણા સમયથી લડી રહેલાં બે દેશો ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનું એલાન થયું છે. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામનું એલાન કર્યું છે.

વિશ્વ શાંતિની દિશામાં લઈ જતું પગલું

ઈઝરાયલી પીએમનું આ એલાન વિશ્વ શાંતિની દિશામાં લઈ જતું પગલું છે.

3 કલાક મોડો અમલી બન્યો યુદ્ધવિરામ

પેલેસ્ટાઈનના ગાઝા શહેરમાં ઈઝરાયેલનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. વડા પ્રધાન નેતન્યાહૂની ઓફિસે એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે. નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે યુદ્ધવિરામ ત્રણ કલાક મોડો અમલમાં આવ્યો કારણ કે હમાસે બંધકોની યાદી સોંપવામાં વિલંબ કર્યો હતો.

પહેલાં 42 દિવસનું યુદ્ધવિરામ

ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાનો માર્ગ શોધવા માટે યુદ્ધવિરામ કરાર થયો છે. તેનો તબક્કાવાર અમલ કરવાનો છે. કરાર અનુસાર પ્રથમ તબક્કો 42 દિવસનો રહેશે. આ સમયગાળા દરમિયાન બંધકોને મુક્ત કરવામાં આવશે. ઓછામાં ઓછા 33 ઇઝરાયેલ નાગરિકો હાલમાં હમાસની કેદમાં છે. જેમાંથી ત્રણ બંધકોને રવિવારે મુક્ત કરવામાં આવશે.

હમાસે 7 ઓક્ટોબરે બંધક બનાવ્યાં હતા

પેલેસ્ટાઈની આતંકી સંગઠન હમાસે 7 ઓક્ટોબરે કેટલાક ઈઝરાયલી નાગરિકોને કેદ કર્યાં હતા ઈઝરાયલે તેમને છોડવાની શરતે જ યુદ્ધવિરામ કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Israel Hamas ceasefire Israel ceasefire news Israel ceasefire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ