બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:00 PM, 18 June 2025
Iran Israeli War : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ધમકી સ્વરૂપે જવાબ આપ્યો. તેમના સંબોધન પછી તરત જ, ઈઝરાયલી વાયુસેનાએ તેહરાનના લાવિઝાન વિસ્તારમાં હવાઈ હુમલા કર્યા. લાવિઝાનને ખામેનીના ગુપ્ત ઠેકાણા માનવામાં આવે છે.
ADVERTISEMENT
આઈડીએફએ લાવિઝાન વિસ્તારમાં હુમલો કર્યો
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, ઈઝરાયલી સેનાએ તેહરાનના નોબોન્યાદ સ્ક્વેરને નિશાન બનાવ્યું. જ્યાં ઈરાની સંરક્ષણ મંત્રાલયનું મુખ્ય મથક અને અનેક ફેક્ટરીઓ આવેલી છે. ઈઝરાયલી સેનાએ આ હુમલાની જવાબદારી લીધી અને કહ્યું કે, જ્યારે લાવિઝાન વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે તે તેહરાનમાં લશ્કરી થાણાઓ પર હુમલો કરી રહી હતી.
ADVERTISEMENT
ઈરાની આંતરિક સુરક્ષા એજન્સીનું મુખ્ય મથક નાશ પામ્યું : આઈડીએફ
ઈઝરાયલી સેનાએ કહ્યું કે, જાહેર સલામતી માર્ગદર્શિકામાં શાળાઓ બંધ રાખવા અને અન્ય પ્રતિબંધો ફરજિયાત કરવામાં આવ્યા છે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે, આ ફેરફારો 20 જૂનના રોજ રાત્રે 8 વાગ્યા સુધી અમલમાં રહેશે. ઇઝરાયલના જણાવ્યા મુજબ, IDF એ ઇરાની આંતરિક સુરક્ષા એજન્સીના મુખ્યાલયનો નાશ કર્યો.
ADVERTISEMENT
આ પણ વાંચો : Rath Yatra 2025 / અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ હવે આ રીતે નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા
ટ્રમ્પને થોડા સમય પહેલા ચેતવણી આપવામાં આવી હતી
ADVERTISEMENT
ઇઝરાયલી સંરક્ષણ દળ દ્વારા ખામેનીના ઠેકાણાઓ પર આ હુમલો એવા સમયે થયો છે. જ્યારે થોડા સમય અગાઉ તેમણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, ઈરાન શરણાગતિ સ્વીકારશે નહીં. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ અમેરિકાને ચેતવણી આપી હતી કે જો યુએસ સેના ઇઝરાયલી હુમલાઓમાં જોડાશે, તો અમે તેમને એટલું નુકસાન પહોંચાડીશું કે તેઓ કલ્પના પણ કરી શકશે નહીં.
ટ્રમ્પે કહ્યું હતું કે ઇઝરાયલ શરણાગતિ સ્વીકારે
ADVERTISEMENT
રોઇટર્સના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાની પરમાણુ સ્થળો પરના હુમલા અને અન્ય વિકલ્પોમાં ઇઝરાયલને ટેકો આપવાનું વિચારી રહ્યા છે. ટ્રમ્પે ઇરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, "અમેરિકા જાણે છે કે ઇરાનના સર્વોચ્ચ નેતા ક્યાં છુપાયેલા છે. અમે હમણાં તેમના પર હુમલો નહીં કરીએ, પરંતુ અમારી ધીરજ ધીમે ધીમે ખૂટી રહી છે."
ટ્રમ્પને આપી હતી સામે ધમકી
ADVERTISEMENT
ટ્રમ્પની ચેતવણી પછી, ખામેનીએ કહ્યું કે ઈરાન શરણાગતિ સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે ઈરાન કોઈપણ લાદવામાં આવેલી શાંતિ કે યુદ્ધ સ્વીકારશે નહીં. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે ઈરાનના દળો સંપૂર્ણપણે તૈયાર છે અને તેમને સરકાર અને જનતા બંનેનો ટેકો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.