બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:56 PM, 22 April 2025
ગાઝામાં ફરી હુમલાઓ શરૂ થયા પછી માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની છે, જેના વિરોધમાં પેલેસ્ટાઇન સમર્થકોએ Day Of Rage એટલે કે ક્રોધનો દિવસ નામના પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. આજે વિશ્વભરના ઘણા દેશોમાં થઈ રહેલા ઇઝરાયલ વિરોધી વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને ઇઝરાયલે વિશ્વભરના તેના નાગરિકોને ચેતવણી આપી છે. ઇઝરાયેલે કહ્યું છે કે આજનો દિવસ દુનિયાભરમાં રહેતા યહૂદીઓ અને ઇઝરાયલ સમર્થકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઇઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે કેટલીક સૂચનાઓ પણ બહાર પાડી છે.
ADVERTISEMENT
ઇઝરાયલી સરકારે યહૂદીઓને જાહેર સ્થળોએ ઇઝરાયલી અને યહૂદી ઓળખ પ્રદર્શિત કરવાનું ટાળવા અને તેમની આસપાસની પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો સતર્ક રહેવા જણાવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારે ઇઝરાયલી દૂતાવાસ અને સ્થાનિક કટોકટીના નંબરો તમારી પાસે રાખવા જોઈએ.
Last Friday was yet another Israel rage day in Newham. Simon, a steward at “Palestine Solidarity Campaign” hate marches, hurls a Holocaust slur.
— habibi (@habibi_uk) April 21, 2025
"Do your jihad" by boycotting dreaded Israeli products, he adds.
A classic of the genre. Simultaneously ludicrous and sinister. pic.twitter.com/bvRUKI3oq0
ADVERTISEMENT
આજે, ઇઝરાયેલના વિરોધમાં વિશ્વભરમાં ક્રોધ દિવસ તરીકે ઓળખાતા દેખાવો થઈ રહ્યા છે. ઇઝરાયલી સરકારને ડર છે કે આ વિરોધ પ્રદર્શનો દરમિયાન યહૂદીઓને નિશાન બનાવવામાં આવી શકે છે. એવો ભય છે કે આતંકવાદીઓ ઇઝરાયલીઓ પર હુમલો કરી શકે છે. સરકારે કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરવાની સલાહ આપી છે.
Sadly this is what you are dealing with when you deal with terrorists and terrorist states.
— Keira Connolly (@keira_con) April 21, 2025
Global Day of Rage they say, Hmmm, Rage, Murder, is all they can do it seems. It seems that these people who support this have no jobs or nothing to do considering they are doing in a… pic.twitter.com/FzLLWdtorN
આ પણ વાંચોઃ બાબા વેંગાએ પહેલી ભવિષ્યવાણી ક્યારે કરી હતી? કઈ ઘટનાનો કર્યો હતો ઉલ્લેખ?, જાણો
વિશ્વભરના ઘણા દેશો અને સંગઠનોએ ગાઝા પર ઇઝરાયલના હુમલાઓની નિંદા કરી છે. આ સાથે, તેઓ ઇઝરાયલને સતત યુદ્ધવિરામ જાહેર કરવા અને નાગરિકો પર બોમ્બ ન ફેંકવા અપીલ કરી રહ્યા છે.
છેલ્લા એક વર્ષમાં અનેક પ્રદર્શનોમાં યહૂદીઓ પર વિરોધીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. પેલેસ્ટિનિયન અને ઇઝરાયલી સમર્થકો વચ્ચે અથડામણ થયા હોય તેવા ઘણા કિસ્સાઓ બન્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.