બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / આજથી લાગુ થશે ગાઝામાં યુદ્ધવિરામ, હમાસે જાહેર નથી કરી બંધકોની યાદી, નેતન્યાહૂએ આપી ધમકી
Last Updated: 06:39 AM, 19 January 2025
બેન્જામિન નેતન્યાહૂએ ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામની જાહેરાત કર્યા બાદ ઇઝરાયલના મંત્રીમંડળે શનિવારે એટલે કે 18 જાન્યુઆરી 2025 ના રોજ છ કલાકથી વધુ ચાલેલી બેઠક બાદ ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવા માટે હમાસ સાથેના કરારને મંજૂરી આપી હતી. આ સાથે, આ કરાર આજ (રવિવાર) થી અમલમાં આવશે. સ્થાનિક મીડિયા અનુસાર, આઠ કેબિનેટ સભ્યોએ કરારનો વિરોધ કર્યો હતો, જ્યારે 24 મંત્રીઓએ આ સોદાને ટેકો આપ્યો હતો. વિરોધીઓએ કહ્યું કે આ કરાર હમાસ સમક્ષ શરણાગતિ દર્શાવે છે.
ADVERTISEMENT
BREAKING 🚨
— Open Source Intel (@Osint613) January 18, 2025
Gaza leadership has not released a list of hostages yet.
Netanyahu: Israel won’t proceed with the hostage and ceasefire deal without the agreed list of hostages. Violations won’t be tolerated, and Hamxs bears full responsibility.
-Axios pic.twitter.com/OzCa6TTeHK
હમાસે હજુ સુધી યાદી આપી નથી
ADVERTISEMENT
કતારના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર રવિવારે 19 જાન્યુઆરી 2025 ના રોજ સ્થાનિક સમય મુજબ સવારે 8.30 વાગ્યાથી અમલમાં આવશે. આનાથી ગાઝામાં 15 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવશે. જોકે બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે હમાસે હજુ સુધી મુક્ત કરવા માટે બંધકોની યાદી પૂરી પાડી નથી. ઇઝરાયલ બંધકોની યાદી ન મળે ત્યાં સુધી કરાર પર આગળ વધશે નહીં.
737 પેલેસ્ટિનિયન કેદીઓ
ઇઝરાયલી ન્યાય મંત્રાલયે ગાઝામાં હમાસ સાથેના સંઘર્ષને રોકવા માટેના કરાર હેઠળ મુક્ત થનારા 737 પેલેસ્ટિનિયન કેદીઓનું લિસ્ટ બહાર પાડ્યું છે.
જો કે દરમિયાન પણ ગાઝામાં સોદો થયા પછી પણ ઇઝરાયલી યુદ્ધ વિમાનોએ હુમલાઓ ચાલુ રાખ્યા છે. શનિવારે ઇઝરાયલ દ્વારા આ વિસ્તારમાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ગાઝામાં થયેલા હવાઈ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે.
પેલેસ્ટિનિયન સિવિલ ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે બુધવારે 15 જાન્યુઆરીના રોજ યુદ્ધવિરામ કરારની જાહેરાત થયા પછી ઇઝરાયલી બોમ્બમારા દરમિયાન123 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. 7 ઓક્ટોબર, 2023 ના રોજ, હમાસે ઇઝરાયલમાં એક મોટો હુમલો કર્યો હતો, જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા. 250 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ પછી, ગાઝામાં ઇઝરાયલ દ્વારા શરૂ કરાયેલા લશ્કરી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 46899 લોકો માર્યા ગયા છે.
સીઝફાયર ડીલ 3 તબક્કામાં અમલમાં આવશે
અમેરિકા અને કતારની મધ્યસ્થી હેઠળ થયેલા આ કરારની જાહેરાત 15 જાન્યુઆરી 2025 ને બુધવારે કરવામાં આવી હતી. હમાસે શુક્રવારે કહ્યું હતું કે ગાઝામાં યુદ્ધવિરામ માટેના તમામ અવરોધો દૂર થઈ ગયા છે. હમાસે આ કરાર પહેલાથી જ સ્વીકારી લીધો છે. આ યુદ્ધવિરામ કરાર ત્રણ તબક્કાનો છે.
કરાર હેઠળ, હમાસ છ અઠવાડિયાના પહેલા તબક્કામાં 98 બંધકોમાંથી 33ને મુક્ત કરશે. આમાં બધી મહિલાઓ, બાળકો અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ થશે. જ્યારે બદલામાં, ઇઝરાયલ તેની જેલમાંથી લગભગ બે હજાર પેલેસ્ટિનિયનોને મુક્ત કરશે. તેમાં અહેમદ બરઘૌતી જેવા કેટલાક આતંકવાદીઓ પણ છે. ઇઝરાયલીઓની હત્યાના આરોપમાં બરઘૌતી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
વધુ વાંચો: 'અબે કિસકી ટંકી ચુરા લિયે હો બે', પાકિસ્તાનને સેટેલાઇટ લોન્ચ કરતા જ મીમ્સનો વરસાદ, જુઓ ટ્વિટ્સ
30 પેલેસ્ટિનિયન કેદીઓ
ઇઝરાયલના ન્યાય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે દરેક મહિલા બંધકના બદલામાં 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે. 19 જાન્યુઆરી 2025 ના રવિવારે બંધકોની મુક્તિ બાદ, મુખ્ય યુએસ વાટાઘાટકાર બ્રેટ મેકગર્કે જણાવ્યું હતું કે કરાર મુજબ સાત દિવસ પછી વધુ ચાર મહિલા બંધકોને મુક્ત કરવામાં આવશે. બાકીના 26 બંધકોને આગામી પાંચ અઠવાડિયામાં મુક્ત કરવામાં આવશે. ઇઝરાયલ સંરક્ષણ દળોએ શનિવારે જાહેરાત કરી હતી કે કરારના અમલીકરણ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.