"Islam is defamed because of fundamentalists, they must be stopped": Yoga guru Baba Ramdev
નિવેદન /
"કટ્ટરવાદીઓના લીધે ઇસ્લામ બદનામ, તેમને રોકવા જ પડશે" : યોગગુરુ બાબા રામદેવ
Team VTV06:25 PM, 30 Oct 20
| Updated: 06:30 PM, 30 Oct 20
યોગગુરુ બાબાએ ફ્રાંસના રાષ્ટ્રપતિના થઈ રહેલા વિરોધને અંગે કહ્યું હતું કે,"ન તો ઇસ્લામ જોખમમાં છે અને ન ઇસ્લામને કોઈનાથી જોખમ છે, કુરાન, બાઇબલ કે વિશ્વના કોઈ પણ પુસ્તકને થી કોઈ ખતરો નથી. ભય માત્ર આતંકવાદનો છે, કટ્ટરવાદનો છે. જેના લીધે આખા વિશ્વમાં ઇસ્લામ બદનામ થઈ રહ્યું છે."
મુસ્લિમ સમુદાય દ્વારા ફ્રાંસનો થઈ રહ્યો છે વિરોધ
બાબા રામદેવે કહ્યું," કોઈને કટ્ટરતાની અનુમતિ નથી"
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું," અહિયાં ગદદારોની કમી નથી"
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના વલણ પ્રત્યે ભારતમાં મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ થઈ રહ્યા છે. કટ્ટરપંથી અને મુસ્લિમ સંગઠનોએ ભોપાલમાં મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યા હતા અને મેક્રોના પોસ્ટરો જમીન પર ફેંકી દીધા હતા. યોગગુરુએ આ મુદ્દે ખાસ કહ્યું કે, ન તો ઇસ્લામ જોખમમાં છે અને ન ઇસ્લામને કોઈ જોખમ છે. કુરાનથી, બાઇબલથી કે વિશ્વના કોઈ પણ પુસ્તકથી કોઈ ને ભય નથી. ભય આતંકવાદનો છે, કટ્ટરવાદથી. આને કારણે, આખા વિશ્વમાં ઇસ્લામ વગોવાઇ રહ્યું છે."
"દુનિયાભરના મૌલવીએ આ બાબતે વિચારવું પડશે": યોગગુરુ
તેમણે વધુમાં કહ્યું કે, 'મૌલાનાઓ, દુનિયાભરના મૌલવીઓએ વિચારવું પડશે કે ઇસ્લામમાં માનનારાઓ જ આવી ઘટનાઓમાં કેમ આગળ આવે છે. કોઈનું ગળું કપીઓ નાખવાની ઘટના પર કે કોઈ જગ્યાએ શરિયતના કાયદા લાગૂ ન કરવા પર મુસ્લિમ ધ્રુવીકરણના નામ પર બનતી આ ઘટનાઓથી વિશ્વમાં અરાજકતા ફેલાઈ રહી છે. આ દુનિયાને કયા લઈ જશે તે પણ એક સવાલ છે? કટ્ટરવાડીઓને આપણે રોકવા જ પડશે."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આવા ધારાસભ્યો અને નેતાઓએ શું કરવું જોઈએ, ત્યારે તેઓ કહેતા હોય છે કે જ્યાં સુધી મેક્રો માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે, રામદેવે કહ્યું, રાજકીય રીતે, કોઈપણ જે ધર્માંધતાનો ધ્વજ ઉઠાવે છે તેને આવા પ્રદર્શનોની અનુમતિ આપવી જોઈએ નહિ. જો કોઈ સમાજમાં ધાર્મિક કટ્ટરતાના ઝેરને ફેલાવ રહ્યું છે તો તે ગુનો છે. "તેમણે કહ્યું," જે લોકો આવા વિરોધ પ્રદર્શન કરે છે અને લોકોને એકઠા કરે છે તેઓ પર કાર્યવાહી કરવામાં આવે. ધાર્મિક કટ્ટરતાની કોઈપણ સમુદાયને મંજૂરી હોવી જોઈએ નહીં
.
સાધ્વી પ્રજ્ઞાએ આપ્યું વિવાદિત નિવેદન
સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું છે કે, ભોપાલમાં આવા દેશદ્રોહીઓની કોઈ કમી નથી, આ લોકો દેશને બરબાદ કરવાના વાળા છે. દેશમાં આવા લોકો સામે નિયમો બનાવવામાં આવવા જોઈએ અને આવા લોકો પર નિયંત્રણ રાખવું જોઈએ.
સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, "ભોપાલમાં આવા દેશદ્રોહીઓની કોઈ અછત નથી, આ લોકો દેશને બરબાદ કરવાની માનસિકતા ધરાવે છે. દેશમાં આવા લોકો સામે નિયમો બનાવવામાં આવવા જોઈએ અને આવા લોકોને કાબૂમાં રાખવા જોઈએ." તેમણે કહ્યું કે આતંકવાદી પ્રવૃતિઓ ફેલાવનારા લોકો પાખંડી છે, ફ્રાંસ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જ્યાં પણ આવા લોકો છે ત્યાં દેશો લોકોની સુરક્ષા માટે કાયદા બનાવશે.