બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / 'ભગવાન જગન્નાથે ટ્રમ્પને બચાવ્યાં', ઈસ્કોન મંદિરે યાદ કર્યો 1974નો આ કિસ્સો, રથયાત્રા કનેક્શન
Last Updated: 05:38 PM, 15 July 2024
અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જીવલેણ હુમલામાંથી માંડ બચ્યાં છે હવે તેમના બચાવને ભગવાન સાથે જોડવામાં આવી રહ્યાં છે. કોલકાતાના ઈસ્કોન મંદિરમાં પ્રેસિડન્ટ રાધારમણ દાસે એવું કહ્યું કે ભગવાન જગન્નાથે ટ્રમ્પને બચાવ્યાં છે. ભગવાન જગન્નાથે ટ્રમ્પે કરેલા સારા કામનું ફળ આપ્યું છે. જુલાઈ 1976માં ડોનાલ્ડ ટ્રમ્પ ભગવાનનો રથ બનાવવા માટે જગ્યા શોધી રહેલા ભક્તોની મદદે આવ્યાં હતા. તે વખતે ટ્રમ્પે રથ બનાવવા માટે પોતાનું આખું ટ્રેન યાર્ડ આપી દીધું હતું અને એક રુપિયો પણ લીધો નહોતો. તેથી ભગવાન જગન્નાથે ટ્રમ્પને સારો બદલો વાળ્યો છે.
ADVERTISEMENT
ટ્રમ્પે જગન્નાથનો રથ બાંધવા પોતાનું રેલવે યાર્ડ આપ્યું
દાસે કહ્યું કે 1976ની સાલમાં ટ્રમ્પ 30 વર્ષના રિયલ એસ્ટેટ કારોબારી હતા. ન્યૂયોર્કમાં પાંચમી તારીખે ભગવાન જગન્નાથની પ્રથમ રથયાત્રા નીકળી હતી પરંતુ રથયાત્રા પહેલા રથ બનાવાની જરુર હતી રથ બાંધવા માટે ન્યૂયોર્કના ફિફ્થ એવન્યુની નજીક એક વિશાળ ખાલી જગ્યા શોધવી ખૂબ અઘરી હતી પરંતુ તે વખતે ટ્રમ્પ મદદમાં આવ્યાં હતા. ટ્રમ્પે જૂનું રેલવે યાર્ડ ખરીદીને રથના બાંધકામ માટે ભક્તોને આપી દીધું હતું.
ADVERTISEMENT
બટલરમાં ટ્રમ્પ પર જીવલેણ હુમલો
પેન્સિલવેનિયાના બટલરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ફાયરિંગ કરાયું હતું જેમાં કાનના ઉપરના ભાગને સ્પર્શ કરીને ગોળી જતી રહી હતી તેમણે ઝુકીને જીવ બચાવ્યો હતો. હુમલાખોરની ઓળખ પેન્સિલવેનિયાના બેથેલ પાર્કના 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે થઈ છે. બેથેલ પાર્ક બટલરની દક્ષિણે લગભગ 40 માઈલ દૂર સ્થિત છે. ઘટનાસ્થળેથી એક AR-15 સેમી-ઓટોમેટિક રાઈફલ મળી આવી છે. આ રાઈફલથી જ થોમસ મેથ્યુ ક્રૂક્સે ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું. યુએસ સિક્રેટ સર્વિસ દ્વારા જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને માથામાં ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ હુમલાખોરને સ્થળ પર જ ઠાર માર્યો હતો.
કોણ છે હુમલાખોર
હુમલાખોરની ઓળખ પેન્સિલવેનિયાના બેથેલ પાર્કના 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે કરવામાં આવી છે. બેથેલ પાર્ક બટલરની દક્ષિણે લગભગ 40 માઈલ દૂર સ્થિત છે. ઘટનાસ્થળેથી એક AR-15 સેમી-ઓટોમેટિક રાઈફલ મળી આવી છે. આ રાઈફલથી જ થોમસ મેથ્યુ ક્રૂક્સે ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું. યુએસ સિક્રેટ સર્વિસ દ્વારા જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને માથામાં ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિવાદ / કોણ છે IAS સ્મિતા સભરવાલ?, સોશિયલ મીડિયા પર કેમ થઈ રહી છે ટ્રોલ, જાણો મામલો
Nidhi Panchal
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.