મુઝાહિરને જ માનવામાં આવતો હતો બગદાદીનો ઉત્તરાધિકારી
બગદાદીને ઠાર માર્યા બાદ અમેરિકાની સેનાએ અબૂ બકર અલ બગદાદીના સંભવિત ઉત્તરાધિકારીને પણ એરસ્ટ્રાઇકથી ઠાર માર્યો છે. સયુંક્ત રાજ્ય અમેરિકાની સાતે ઇસ્લામિક સ્ટેટ સામે કાર્યવાહી કરનારા કુર્દ નેતૃત્વ મિલિશિયાના પ્રમુખ મજલૂમ આબ્દીએ આ અંગેની જાણકારી ટ્વિટરના માધ્યમથી આપી.
રિયાના કુર્દિશ નેતાના જણાવ્યા અનુસાર અમેરિકા દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઇકમાં આતંકી સંગઠનના મોટા નેતા અને પ્રવક્તા હસ અલ મુજાહિરની મોત થઇ છે. મુજાહિર તેલ ટેન્કરમાં છૂપાઇને ઉત્તર સિરીયા જઇ રહ્યો હતો, ત્યારે ટેન્કર પર હવાઇ હુમલામાં ઠાર મરાયો. જો કે હાલમાં અમેરિકા દ્વારા મુજાહિરના મોત અંગે કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. મુજાહિરે પોતાનું અંતિમ નિવેદન માર્ચ મહિનામાં આપ્યું હતું.
એક અનુમાન મુજબ ISના આકા અબુ બકર અલ બગદાદીના મોત બાદ પ્રવક્તા એવા હસન અલ મુજાહિરને તેનો ઉત્તારાધિકારી માનવામાં આવતો હતો. જો તેને પણ ઠાર મારવામાં આવ્યા બાદ અબ્દુલ્લા કાર્દશને નવો આકા જાહેર કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે ISના આકા બગદાદીના મોતની પુષ્ટી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે બગદાદી સુરંગમાં છુપાયેલો હતો, જો અમેરિકાની સેનાના હુમલામાં મરાયો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે બગદાદી સાથે તેના ત્રણ બાળકો પણ માર્યા ગયા.