ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઈશાન્ત શર્માએ એક શો દરમ્યાન પોતાની કારકિર્દીના સૌથી મુશ્કેલ સમયનો એક કિસ્સો શેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા સામે મોહાલી વનડેમાં હાર્યા બાદ તેઓ એક મહિના સુધી રડ્યા હતા.
ઈશાન્ત શર્માએ કારકિર્દીના સૌથી મુશ્કેલ સમયનો એક કિસ્સો શેર કર્યો
વર્ષ 2013માં વનડે ક્રિકેટમાં મોટી સિદ્ધી પ્રાપ્ત કરવાની તક હતી
મેચની એક ઓવરે તેમની કારકિર્દીની દિશાને એકદમ બદલી નાખી
કારકિર્દીના મુશ્કેલ સમય અંગે ઈશાન્ત શર્માએ કર્યો ખુલાસો
ભારતીય ટીમમાંથી બહાર રહેલા ઈશાન્ત શર્મા ઓસ્ટ્રેલિયા સામે 2013માં મોહાલીમાં રમાયેલ વનડે મેચને કારકિર્દીની સૌથી ખરાબ ક્ષણ માને છે. તેમણે હાલમાં જણાવ્યું કે તેમની પાસે વનડે ક્રિકેટમાં પણ મોટી સિદ્ધી પ્રાપ્ત કરવાની ક્ષમતા હતી. પરંતુ આ મેચની એક ઓવરે તેમની કારકિર્દીની દિશાને એકદમ બદલી નાખી.
હું મારી પત્નીને રોજ ફોન કરતો અને રડતો
ઈશાન્તે કહ્યું, જે વસ્તુ મને સૌથી વધારે હેરાન કરે છે, તે એ છે કે હારનુ કારણ હું હતો. તે સમયે હું પોતાની પત્નીને ડેટ કરી રહ્યો હતો અને મેં તેની સાથે વાત કરી અને પછી લગભગ એક મહિના સુધી હું રડતો રહ્યો. હું તેને ફોન કરતો અને દરરોજ રડતો હતો.
ઈશાન્તે 2013ની વન-ડે મેચને યાદ કરી
ક્રિકબજના રાઈજ ઑફ ઈન્ડિયા શોમાં ઈશાન્તે જોર્જ બેલીના નેતૃત્વવાળી ઓસ્ટ્રેલિયા ટીમ સામે 2013 વન-ડે મેચને યાદ કરી અને કહ્યું એક જ ઓવરમાં જેમ્સ ફૉકનરે 4 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 30 રન ફટકાર્યા હતા. તે સમયે મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમને ત્રણ ઓવરમાં 44 રનની જરૂર હતી અને ઈશાન્તની ઓવરમાં જેમ્સે આક્રમક બેટીંગ કરીને મેચને ઓસ્ટ્રેલિયા તરફ વાળી દીધી.