બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 14 બોલમાં 74 રન.. ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ઈશાન કિશનની તોફાની બેટિંગથી 27 બોલમાં જ મેચ જીતી
Last Updated: 11:29 PM, 29 November 2024
ભારતીય ટીમમાંથી બહાર રહેલા ઈશાન કિશને સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં પોતાની જબરદસ્ત બેટિંગ બતાવી. અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ રમતા આ મુકાબલામાં ઇશાને માત્ર 23 બોલ પર 77 રનની ઇનિંગ રમ્યો. આ ઇનિંગ દરમિયાન ઇશાને 334 ના સ્ટ્રાઈક રેટથી રમતા વિપક્ષી ટીમની બોલિંગ પર તબાહી મચાવી હતી. તૂફાની ઇનિંગમાં ઇશાને 5 ચોંકા અને 9 છક્કા ફટકાર્યા. ઇશાનની વિસ્ફોટક બેટિંગના કારણે ઝારખંડે 94 રનનો ટાર્ગેટ માત્ર 4.3 ઓવરમાં પૂરો કર્યો.
ADVERTISEMENT
THE MADNESS OF ISHAN KISHAN..!!!! 🔥
— Tanuj Singh (@ImTanujSingh) November 29, 2024
He smashed 77* runs from 23 balls including 5 fours and 9 Sixes with strike rate of 334.78 for Jharkhand in run chase in Syed Mushtaq Ali Trophy. pic.twitter.com/ApKImZTQoy
ઈશાને મચાવી તબાહી
ADVERTISEMENT
અરુણાચલ પ્રદેશે ઝારખંડ વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો. જોકે, ટીમનો આ નિર્ણય ખોટો સાબિત થયો. ઝારખંડના બોલરો સામે અરુણાચલ પ્રદેશના બેટ્સમેં ઘૂટણીએ થઈ ગયા અને આખી ટીમ માત્ર 93 રન જ બનાવી શકી. ટીમના છ બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. બોલિંગમાં ઝારખંડના અનુકૂળ રોયે તબાહી મચાવી હતી અને ચાર ઓવરના સ્પેલમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. તે જ સમયે, રવિ કુમાર યાદવે 12 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
આ પણ વાંચોઃ વાહ! આવો કેચ તમે જીવનમાં નહીં જોયો હોય, દર્શકો જોઇને ચોંકી ઉઠ્યાં, જુઓ Video
94 રનના ટાર્ગેટનો પીછો કરતાં ઉતરી ઝારખંડની ટીમે ઇશાન કિશને તાબડતોડ શરૂઆત કરી. ઇશાનને જોઈને લાગતું હતું કે તે ડ્રેસિંગ રૂમથી સેટ થઈને મેદાન પર ઉતર્યો છે. અરુણાચલ પ્રદેશની બોલિંગ ભારતીય વિકેટકીપર બેટ્સમેન સામે મજાક બની રાઈ ગઈ. ઇશાને માત્ર 23 બોલ પર 77 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. પોતાની આ દરમિયાન 334 ના સ્ટ્રાઈક રેટથી રમતા ઇશાને 5 ચોંકા અને 9 છક્કા ફટકાર્યા. ઇશાનની આ તોફાની બેટિંગે મેચને સંપૂર્ણ પણે એકતરફી કરી નાખી અને ઝારખંડે માત્ર 27 બોલમાં જ 94નો ટાર્ગેટ અર્ચિવ કર્યો એ પણ કોઈ વિકેટ ગુમાવ્યા વિના.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.