બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / MPના છિંદવાડામાં એક જ પરિવારના 8 લોકોની કુહાડીથી કરાઇ નિર્મમ હત્યા, બાદમાં આરોપીએ જે કર્યું તે ખરેખર ચોંકાવનારું

દુ:ખદ ઘટના / MPના છિંદવાડામાં એક જ પરિવારના 8 લોકોની કુહાડીથી કરાઇ નિર્મમ હત્યા, બાદમાં આરોપીએ જે કર્યું તે ખરેખર ચોંકાવનારું

Last Updated: 09:21 AM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhya Pradesh Crime News : ઇસમે પોતાના જ પરિવારના 8 સભ્યોની કુહાડી વડે હત્યા કરી નાખી, પરિવારની હત્યા બાદ હત્યારાએ ઝાડ પર ફાંસી લગાવી આપઘાત કરી લીધો

Madhya Pradesh Crime : મધ્યપ્રદેશના છિંદવાડાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 સભ્યોની કુહાડી વડે હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ તરફ પરિવારની હત્યા બાદ હત્યારાએ ઝાડ પર ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના મહુલઝિર પોલીસ સ્ટેશન વિસ્તારના બોડલ કછાર ગામની જણાવવામાં આવી રહી છે.

SP મનીષ ખત્રીએ પરિવારના 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. SPએ જણાવ્યું હતું કે, હત્યારો પરિવારનો સભ્ય હતો અને માનસિક રીતે બીમાર હતો. ગઈકાલે રાત્રે તેણે ભાઈ, ભાભી, પત્ની અને નાના બાળક સહિત તેના પરિવારના 8 લોકોની હત્યા કરી હતી. જે બાદ તેણે ગામથી 100 મીટર દૂર નાળા પાસે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક બાળક ઘાયલ થયો છે. મ્હાતવનું છે કે, હત્યાનું કારણ જાણી શકાયું નથી.

વધુ વાંચો : 33ના મોત, અનેક લાપતા..., નોર્થ-ઈસ્ટમાં ચક્રવાત રેમલે મચાવ્યો હાહાકાર, રેસ્ક્યુ શરૂ

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આદિવાસી પરિવારના યુવકે તેના માતા-પિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત પરિવારના 8 લોકોની કુહાડી વડે હત્યા કરી હતી અને હત્યા બાદ તેને પોતે પણ જીવન ટૂંકાવી દીધું હતું. વિગતો મુજબ આ ઘટના રાત્રે 2-3 વાગ્યાની હોવાનું કહેવાય છે મહુલઝિર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ તરફ હવે પોલીસે આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાના પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે રવાના થયા.

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh Chindwara Madhya Pradesh Crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ