બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જવાનીમાં શરીર પતી જશે! તમે તો નથી કરી રહ્યા ને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? નવા રિસર્ચમાં ચિંતાજનક ઘટસ્ફોટ
Last Updated: 12:32 AM, 15 February 2025
આજકાલ વજન ઘટાડવા અને સ્વસ્થ રહેવા માટે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો ટ્રેન્ડ લોકપ્રિય છે. ઘણી બધી સેલિબ્રિટીઓએ તેમના વજન ઘટાડવા પાછળ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને મુખ્ય કારણ ગણાવ્યું છે. પરંતુ એક નવા રિચર્સ દર્શાવે છે કે આ રીત નવી પેઢી માટે એટલી યોગ્ય નથી. કારણ કે આનાથી તેમના કોષોના વિકાસ પર ખરાબ અસર પડી શકે છે. જર્મનીની ટેકનિકલ યુનિવર્સિટી ઓફ મ્યુનિક (TUM), LMU હોસ્પિટલ મ્યુનિક અને હેલ્મહોલ્ટ્ઝ મ્યુનિકના વૈજ્ઞાનિકો કહે છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની અસર ઉંમર પ્રમાણે બદલાઈ શકે છે. એટલે કે જ્યારે તે વ્યક્તિની ઉંમર વધવાની સાથે શરીર માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે, ત્યારે તે યુવાનો માટે ફાયદાકારક સાબિત થશે નહીં.
ADVERTISEMENT
ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો અર્થ એ છે કે તમે દિવસમાં ફક્ત 6 થી 8 કલાકની અંદર જ ખોરાક લો અને બાકીના સમય માટે ઉપવાસ કરો. એવું માનવામાં આવે છે કે તે ડાયાબિટીસ અને હૃદય રોગને અટકાવે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. પરંતુ યુવાનોમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના કેટલાક અલગ પરિણામો જોવા મળ્યા છે. સેલ રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લાંબા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ઉપવાસ નાના ઉંદરોમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોના વિકાસને અટકાવે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, અભ્યાસ દર્શાવે છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પુખ્ત વયના લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તે બાળકો અને કિશોરો માટે કેટલાક જોખમો પેદા કરી શકે છે.
ADVERTISEMENT
આ અભ્યાસમાં કિશોર, પુખ્ત અને વૃદ્ધ ઉંદરોને એક દિવસ ખોરાક વિના રાખવામાં આવ્યા હતા અને આગામી બે દિવસ તેમને સામાન્ય ખોરાક આપવામાં આવ્યો હતો. 10 અઠવાડિયા પછી એવું જોવા મળ્યું કે પુખ્ત અને વૃદ્ધ ઉંદરોના શરીરમાં ઇન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલતા વધી છે, જેનાથી તેમના ચયાપચયમાં સુધારો થયો છે. બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા અને ટાઇપ 2 ડાયાબિટીસથી બચવા માટે આ જરૂરી છે. પરંતુ કિશોર ઉંદરોમાં બીટા કોષોનું પ્રદર્શન ઘટ્યું, જેના કારણે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટ્યું. ઇન્સ્યુલિનનો અભાવ ડાયાબિટીસ અને અન્ય મેટાબોલિક સમસ્યાઓનું કારણ બની શકે છે.
સંશોધકોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સમયાંતરે ઉપવાસ બીટા કોષો માટે સારું છે, પરંતુ અમે જોયું કે નાના ઉંદરો લાંબા સમય સુધી ઉપવાસ કર્યા પછી ઓછું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં સક્ષમ હતા. જ્યારે વૈજ્ઞાનિકોએ આનું કારણ શોધવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને જાણવા મળ્યું કે નાના ઉંદરોના બીટા કોષો સંપૂર્ણપણે વિકસિત થયા ન હતા. જ્યારે આ સંશોધનની સરખામણી માનવ પેશીઓના ડેટા સાથે કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે ટાઇપ 1 ડાયાબિટીસના દર્દીઓમાં પણ બીટા કોષોનો વિકાસ અટકી શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.