શું તમારી આર્થિક સ્થિતિ નબળી છે? તો ઘરમાં લગાવો આ છોડ...

By : vishal 04:11 PM, 04 December 2018 | Updated : 04:11 PM, 04 December 2018
આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવીશું જે સાચે જ પૈસાને ખેંચવાનું કામ કરે છે. ભારતીય વાસ્તુશાસ્ત્રમાં આમ તો ફૂલ, છોડ અને વૃક્ષોનું બહુ મહત્વ છે. 

વાસ્તશાસ્ત્ર ફેંગશુઈમાં ઘરમાં પૈસો આવે અને સફળતા મેળવવા માટે ઘણાં ઉપાયો જણાવાયા છે. મોટાભાગના લોકો જાણે છે કે ઘરમાં મનીપ્લાન્ટ લગાવવો શુભ ગણાય છે.

મોહિની છોડ તરીકે ઓળખાતા આ છોડને વાવનારના ઘરમાં બહુ ઝડપથી ધન અને સંપત્તિ આવે છે. ઇન્દોર જેવા શહેરમાં આ છોડ 700થી 100 રૂપિયામાં વેચાય છે અને એને ઘરમાં વાવવાનો ટ્રેન્ડ પણ પૂરજોશમાં છે.

જેમ આપણે ત્યાં વાસ્તુશાસ્ત્ર છે તેમ ચીનમાં ફેંગશુઈ શાસ્ત્ર છે. જેના મુજબ આ એક એવો છોડ છે જેને ઘરમાં રાખવાથી તે પૈસાને પોતાની તરફ ખેચવા લાગે છે. 

આ છોડની ખાસિયત જાણતાં અનેક લોકોએ એને ઘરમાં સ્થાન આપવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે આ છોડ બહુ ઝડપથી ધનને પોતાની તરફ ખેંચે છે અને એટલે જ તેને મની ટ્રી પણ કહે છે. 

આ છોડ સારી ઉર્જાની જેમ ધનને પણ પોતાની તરફ ખેંચે છે. ઘરના પ્રવેશદ્વાર પાસે જમણી તરફ લગાવશો એટલે થોડાં જ દિવસોમાં એની અસર દેખાવા લાગશે. તેને વાવવાથી પૈસાની સાથે સુખ-શાંતિ પણ આવે છે.

આ છોડની પાંદડીઓ ડાર્ક ગ્રીન રંગની જાડી અને ચિકણી હોય છે. આ છોડને જ ક્રાસુલા પણ કહે છે, તે ભરાવદાર છોડ છે. તેની પાંદડીઓ પહોળી હોય છે પણ હાથ લગાવીએ તો મખમલ જેવો અનુભવ થાય છે. 

તેનો રંગ ના તો પૂરેપૂરો પીળો હોય છે ના તો સંપૂર્ણ લીલો- તેની પાંદડીઓમાં આ બંને રંગો મિશ્રિત જોવા મળે છે. જો કે તેના પાંદડા અડીએ એટલે વળી કે તુટી જાય એવાં નબળા નથી હોતા.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story